પાલીતાણા તાલુકા કક્ષાનો નનામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી

707

પાલીતાણા સિધ્ધસ્નાનઘાટ રોહીશાળા ખાતે પાલીતાણા તાલુકા કક્ષાનો  નનામી દેવી નર્મદે (નર્મદા ના નીરના વધામણા )કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં કૃતિ નિદર્શન,સ્વચ્છતા એજ સેવા ગીતોનું પ્રસારણ,માં નર્મદાના ગીતોનું પ્રસારણ,તેમજ ખાસ ઉપસ્થિત અને મુખ્ય મહેમાન એવા ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા ના હસ્તે વૃક્ષારોપણ,નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા જેમાં પાલીતાણા નાયબ કલેકટર કે.કે.સોલંકી ની ઉપસ્થિતી માં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાલીતાણા તાલુકાના, હોદ્દેદારો,તાલુકા વહીવટી તંત્ર સહીત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને નર્મદા નીરના વધામણા કર્યા હતા.

Previous articleતક્ષશિલા ખાતે વૃક્ષારોપણ કરી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરી
Next articleઘોઘા સોનારીયા તળાવ ખાતે નર્મદા નીરના વધામણા કાર્યક્રમ યોજાયો