સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરી છે ત્યારે અને ભારત દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુજી ની દીર્ઘ દ્રષ્ટિ ને કારણે ૫ એપ્રિલ ૧૯૬૧ માં નર્મદા ડેમ નું ખાત મુર્હત કર્યું હતું,અને ગુજરાતના તામામ મુખ્યમંત્રીઓએ પોતાના કાર્યકાળ દરમ્યાન ડેમ નું કામ પૂર્ણ કરવામાં પોતાનું યોગદાન આપું છે ત્યારે આજે ડેમની સપાટી ૧૩૮ મીટર ને વટાવી ગઈ છે,ત્યારે આજે મેઘરાજા ની કૃપા થી ડેમ,તળાવો સંપૂર્ણ ભરાય ગયા છે ત્યારે નવા નીર અને નર્મદાના નીરના વધામણા નો કાર્યક્રમ સોનારીયા તળાવ ઘોઘા યોજાયો, જેમાં મામલતદાર કે.બી. નારીયા,તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, તાલુકા શિક્ષણ અધિકારી ડી.કે.ઉપાધ્યાય, ઘોઘાના સરપંચ અંશારભાઈ રાઠોડ,નાયબ મામલતદાર ડી.એમ.જોશી, ફોરેસ્ટ ઓફિસર એસ.જી.પંડયા, બી.આર.સી.વિજયભાઈ કંટારીયા, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગોહિલ, તાલુકા ભાજપના મહામંત્રી અરવિંદભાઈ ડાભી, તલાટી કમ મંત્રી જયેશભાઇ ડાભી, ભરતભાઇ પરમાર, સમીરભાઈ મહેતા, રવિભાઈ ડોડીયા, શિક્ષક મિત્રો, મામલદાર ઓફિસ ના કર્મચારીઓ,સખી મંડળ ની બહેનો,ઘોઘા શાળા ના આચાર્ય,કે.જી.બી.વી.શાળાની બાલિકાઓ ઉપસ્થિત રહયા,કાર્યક્રમ દરિમયાન સ્વચ્છતા રેલી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું,ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા મેઘરાજાની મહેર કાયમ આપણી ઉપર બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી,અને પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીને આજે જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી