PGVCL કર્મી.ઓ દ્વારા પ્રતિક ધરણા કરાયા

1174
bvn832018-15.jpg

પશ્ચિમ ગુજરાત વિજ કંપનીના કર્મચારીઓ દ્વારા આજરોજ શહેરની મુખ્ય ઓફિસ ખાતે સાતમાં પગારપંચની સત્વરે અમલવારી થાય તેવી માંગ સાથે એક દિવસના પ્રતિક ધરણા યોજયા હતા.
સમગ્ર રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સરકાર પાસે ૭માં પગારપંચની અમલવારી તત્કાલ થાય તેવી રજૂઆતો અનેક વખત કરી છે પરંતુ આ સંદર્ભે સરકારે ધ્યાન ન આપતા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા તા.૭ માર્ચના રોજ સામુહિક રીતે એક દિવસીય પ્રતિક ધરણા યોજવાનો નિર્ધાર કર્યો હતો. જે અન્વયે આજરોજ શહેરના ચાવડીગેટ સ્થિત મુખ્ય કચેરી ખાતે સવારે તમામ કર્મીઓ એકઠા થયા હતા અને સુત્રોચ્ચાર સાથે ધરણા યોજી પોતાની માંગ સાતમાં પગારપંચની અમલવારી સત્વરે કરવા માંગ કરી હતી. આ અંગે અધિકારીગણએ જણાવ્યું હતું કે જો ૭માં પગારપંચની અમલવારી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડીશું.

Previous articleસ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં ૩૧ ઠરાવો સર્વાનુમતે મંજુર
Next articleઆડોડીયાવાસમાંથી બે અલગ-અલગ દરોડામાં દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો