નાગાર્જુને પી.વી સિંધુને ગિફ્‌ટ કરી ૭૩ લાખની આલીશાન કાર

568

અભિનેતા નાગાર્જુન દક્ષિણની ફિલ્મ ઉપરાંત બોલિવૂડમાં પણ ખૂબ પ્રખ્યાત છે. તાજેતરમાં તેઓ કોઈ ખાસ કારણોસર ચર્ચામાં આવ્યા છે. ખરેખર નાગાર્જુને બેડમિંટન પ્લેયર પી.વી સિંધુને ૭૩ લાખ રૂપિયાની નવી મ્સ્ઉ ઠ૫ જીેંફ કાર ભેટમાં આપી. પી.વી સિંધુ બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશીપ માં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી છે. આ વિજય માટે નાગાર્જુને આ કાર પી.વી સિંધુને ભેટમાં આપી છે. આ કાર્યક્રમ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટૂડિયોમાં થયો હતો. આ પ્રસંગે પી.વી સિંધુના કોચ પુલેલા ગોપીચંદ પણ હાજર હતા. આ પહેલા પી.વી.સિંધુએ જ્યારે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો ત્યારે સચિન તેંડુલકરે તેમને આ કંપનીની કાર ગિફ્‌ટ કરી હતી. પી.વી.સિંધુને કાર આપતી વખતે નાગાર્જુને કહ્યું, ’આવા લોકોનું સન્માન કરવું એ સન્માનની વાત છે. હું પણ ગોપી પુલેચંદને અભિનંદન આપું છું, જેમના પ્રયત્નોથી આવા ખેલાડીઓ બને છે. ઉપરાંત હું તેમના માતાપિતા પી.વી. રમન્ના અને પી વિજયને પણ દેશને આવા અદભૂત ખેલાડી આપવા બદલ અભિનંદન આપું છું. પી.વી.સિંધુએ કહ્યું કે, એવરગ્રીન સુપરસ્ટાર નાગાર્જુન સર અને ગોપી અન્નાની હાજરીમાં ગિફ્‌ટ લેવી એ પોતાનો એક વિશેષ અનુભવ છે. મારા માટે તેનું ઘણું મહત્વનું છે. હું ઓલમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મેળવવા માટે શક્ય તેટલો પ્રયત્ન કરીશ. આ કાર્યક્રમનું આયોજન તેલંગાણા બેડમિંટન એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ વી ચામુંડેશ્વરનાથે કર્યું હતું.

Previous articleઉર્વશી ઢોલકિયાના વર્તનને લઇને રવિના ટંડન નારાજ
Next articleભારતીય ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો