ચીન ઓપનઃ પીવી સિંધુ અને સાઈ પ્રણીત બીજા રાઉન્ડમાં, સાઇના નેહવાલ બહાર

405

ડિફેન્ડિંગ વિશ્વ ચેમ્પિયન પીવી સિંધુએ બુધવારે અહીં પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા લી શુએરૂઈ વિરુદ્ધ આસાન જીતની સાથે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા વનાવી, પરંતુ સાઇના નેહવાલ મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં હારની સાથે ચીન ઓપન સુપર ૧૦૦૦ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ભારતની ટોપ બેડમિન્ટન ખેલાડીએ માત્ર ૩૪ મિનિટમાં લી શુએરૂઈને ૨૧-૧૮, ૨૧-૧૨થી પરાજય આપ્યો હતો.

ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા સિંધુએ વિશ્વની ૨૦મા નંબરની ખેલાડી લી શુએરુઈને હરાવવામાં વધુ મહેનત ન કરવી પડી. લી શુએરુઈ વિરુદ્ધ સિંધુની આ ચોથી જીત છે જ્યારે ત્રણ મેચોમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. લંડન ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાએ વિશ્વની ૧૯મા નંબરની ખેલાડી થાઈલેન્ડની બુસાનન ઓંગબામરુંગફાન વિરુદ્ધ ૪૪ મિટિન સુધી ચાલેલા મુકાબલામાં વિશ્વની પૂર્વ નંબર એક ખેલાડી સાઇનાની થાઈલેન્ડની ખેલાડી વિરુદ્ધ આ સતત બીજો પરાજય છે. ઈજા બાદ વાપસી કરી રહેલી ૨૯ વર્ષની સાઇના ફોર્મ હાસિલ કરવા માટે જજૂમી રહી છે. ભારતીય ખેલાડીએ સત્રની શરૂઆત ઈન્ડોનેશિયા ઓપનમાં જીતની સાથે કરી, પરંતુ ત્યારબાદ તે બાકી સત્રમાં બીડબ્લ્યૂએફ સર્કિટ પર કોઈ સ્પર્ધાની ફાઇનલમાં જગ્યા બનાવી શકી નથી.

પુરૂષ સિંગલ્સમાં બી સાઈ પ્રણીતે થાઈલેન્ડના સુપાન્યુ અવિહિંગસેનોનને મુશ્કેલ મુકાબલામાં  ૨૧-૧૯, ૨૧-૨૩, ૨૧-૧૪થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્રણવ જૈરી ચોપડા અને એન સિક્કી રેડ્ડીની ડબલ્સની જોડીએ જર્મનીના માર્ક લૈમ્સફસ અને ઇસાબેલ હર્ટરિચની જોડી વિરુદ્ધ ૧૨-૨૧, ૨૧-૨૩થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

Previous articleભારતીય ઓલરાઉન્ડર દિનેશ મોંગિયાએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો
Next articleદુનિયાનો દિગ્ગજ પોકર પ્લેયર રૂ.૧.૩૬ કરોડની ઘડિયાળ પહેરી ભારત આવ્યો