ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે ફેસબુક પર કહ્યું કે, કાશ્મીરમાં પોલીસની કાર્યવાહી પર જે રીતે સોનિયા ગાંધી વિરોધ કરી રહ્યા છે. તે એવું જ છે જેવી રીતે હૈદરાબાદના વિલય વખતે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કર્યો હતો.
ભાજપ નેતાએ કહ્યું કે, ૧૯૪૮માં તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે હૈદરાબાદને ભારતમાં વિલય કરાવવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી પરંતુ તે દરમિયાન નેહરુએ વિરોધ કર્યો હતો. આજે સોનિયા ગાંધી કાશ્મીર મુદ્દે એવું જ કરી રહી છે.
કોંગ્રેસે અનુચ્છેદ ૩૭૦ને ખતમ કરવા અંગે સરકારે પગલાની કડક નિંદા કરી છે. જો કે કોંગ્રેસના ઘણા નેતા પાર્ટીના આ પગલાના વિરોધમાં છે. રામ માધવનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે તેલંગાણા રાજ્ય કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ એન.ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું હતું કે, હૈદરાબાદના વિલયમાં જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વપૂરણ ભૂમિકા નિભાવી હતી.
રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં વિલયના ઈતિહાસને ભાજપ તોડી-મરોડી રહી છે. તેમને કહ્યું તેઓ કોંગ્રેસ અને વામ દળ જ હતા, જે હૈદરાબાદ રાજ્યનો પાકિસ્તાનમાં વિલયની યોજનાના વિરોધમાં મળીને લડી રહ્યા હતા.