સુરતના કતારગામ વિસ્તારમા આવેલા એક એમ્બ્રોઇડરીના કારખાનામાં આશરે અઢી માસ પહેલા એમ્બોઇડરીના મશીનમાંથી પાર્ટસની ચોરી કરી હતી. જો કે આરોપીના પકડાયા બાદ પુછપરછમાં અનેક ખુલાસા થયા છે. ત્યારે આરોપી રૂપક કુસુમભાઈ વોડા છેલ્લા ૧૧ વર્ષથી સુરતમાં રહે છે અને પોતાની રોજી રોટી મેળવી રહ્યો હતો. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તે પોતના માદરે વતન જઇ શક્યો ન હતો અને તેની માતા અને બહેનના ફોન આવતા હતા. જેને લઇ તેના પાસે રૂપિયાની ઘટ પણ હતી. તેણે પોતાના મિત્ર પાસેથી રૂપિયાની માંગ કરી હતી, પરંતુ મિત્ર પાસે રૂપિયા ન હોવાને કારણે તમણે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. જે સમયે ચોરી કરવામાં આવી ત્યારે આ કારખાનું છેલ્લાં ઘણાં સમયથી બંધ હાલતમાં હતું, તેથી તેણે ત્યાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલું આ એમ્બ્રોઇડરીનું કારખાનુ છેલ્લા કેટલાંય સમયથી બંધ હાલતમાં હતું. તેના મિત્ર મુસાફીર પાસે રૂપક દ્વારા પોતાને વતન જવાના નાણાં માંગ્યા હતા. પરંતુ મુસાફીરે નાણાંને બદલે ચોરીનો પ્લાન ઘડ્યો અને અઢી માસ પહેલા એમ્બ્રોઇડરીના મશીનોમાં લાગતા પાર્ટસ જેવા કે કોર્ડીંગ પાર્ટસ ડિવાઇસ, કોર્ડિંગ કાર્ડ, માસ્ટર કાર્ડ ચોરી કરીને ત્યાંથી પલાયન થઇ ગયા હતા. જો કે ઘટનાને ઘણો સમય વીતી જવાથી ડર ન રહેતા તે પરત સુરત આવ્યો હતો. અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે તેને ઝડપી પાડી જેલને હવાલે કર્યો હતો.