રાજકોટમાં આ વર્ષે સારા વરસાદને કારણે ડેન્ગ્યુ અને મેલેરીયાના રોગને ફેલાવતા મચ્છરોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગની ટીમે શહેરના ક્રિસ્ટલ, રિલાયન્સ, ડીમાર્ટ અને ઇસ્કોન મોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. મોલની અગાશી પર બિનજરૂરી પાત્રોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું. જેમાં મચ્છરોના પોરા જોવા મળ્યા હતા. આથી આરોગ્ય વિભાગે ૨૨૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
ઇસ્કોન-બીગબજાર ખાતે સેલરમાં, અગાશી ૫રના ૫ક્ષી માટે રાખેલ કુંડી, ટાયર, પ્લાસ્ટીકના બાઉલ, સોડાની ખાલી બોટલમાં વરસાદી પાણીમાં, ફૂડ વિભાગ પાસેની પાણીની ડોલમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા. ક્રિસ્ટલ મોલમાં લાઇટ રૂમમાં જમા પાણીમાં, અગાશી ૫રના ભંગારમાં, પાર્કિંગ ફ્લોરમાં જમા પાણીમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા.લાયન્સ મોલમાં એન્ટ્રી અને એક્ઝીટ ગેઇટ પાસે પડેલ ભંગાર અને કુડીમાં, તથા ફ્લોર ૫ર જમા રહેતા પાણીમાં, વોટર ફિલ્ટર પાછળ પડેલ ભંગારમાં વરસાદી પાણીમાં, સેલરની બોક્ષગટરમાં જમા વરસાદી પાણીમાં, લેવલીંગને અભાવે અગાશી ૫ર જમા વરસાદી પાણીમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા. ડીમાર્ટ મોલમાં પ્લાસ્ટીકના ડબ્બામાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા.