અમદાવાદ બાપુનગર પોલીસ મથકમાં ૧૪ વર્ષ પહેલા નોંધાયેલ છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં ફરાર કાળીયાબીડના શખ્સે એલસીબી ટીમે બારસો મહાદેવની વાડી પાસેથી ઝડપી લીધો હતો.
ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બારસો મહાદેવની વાડી જવાનાં રસ્તાનાં નાકા પાસે આવતાં હેડ કોન્સ. શિવરાજસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળી આવેલ કે,અમદાવાદ શહેર,બાપુનગર પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમઃ-૪૦૬,૪૨૦,૪૬૭ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી વિનોદકુમાર લક્ષ્મીરામભાઇ બારૈયા રહે.પટેલ પાર્ક, કાળીયાબીડ, ભાવનગરવાળા બારસો શિવ મહાદેવ મંદિર પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી વિનોદકુમાર લક્ષ્મીરામભાઇ બારૈયા મુળ-ટીમાણા તા. તળાજાવાળો મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ.
આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં શિવરાજસિંહ સરવૈયા, મહિપાલસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, જયરાજસિંહ ખુમાણ, સંજયસિંહ ઝાલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.