પરિણીતાને ફોન પર તેજાબ છાંટવાની ધમકી આપતા ૨ શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

414

અમદાવાદ શહેરના જુહાપુરામાં ફતેવાડીની સમા સ્કૂલ પાસે ૩૫ વર્ષીય મહિલા પોતાના પતિ સાથે રહે છે. મહિલાનો પતિ રિલિફ રોડ પર મોબાઇલ શોપમાં નોકરી કરે છે. મહિલા તેના ઘરે હતી ત્યારે તેના મોબાઇલ પર એક ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે શોએબ બોલે છે તેમ કહીને મહિલાને કહ્યું કે, તારા પતિને શબાના સાથે અફેર છે, તેને તેનાથી દૂર રહેવાનું કહેજે. જે બાદમાં શોએબે ધમકી આપીને ફોન મૂકી દીધો હતો. થોડા સમય પછી ફરી એક નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાનું નામ શોયબનો ભાઇ સલમાન હોવાનું કહ્યું હતું. સલમાને મહિલાને કહ્યું હતું કે, તારા પતિને ફોન આપ. મહિલાએ જ્યારે બંને ભાઈઓને ગાળો ન બોલાવાનું કહ્યું ત્યારે ફોન પર બંનેએ મહિલાના ચહેરા પર તેજાબ છાંટી દેવાની ચીમકી આપી હતી. આવી ધમકી બાદ મહિલા ડરી ગઈ હતી અને પતિને વાત કરીને વેજલપુરમાં શોએલ અને સલમાન વિરુદ્ધ ફરિયાદ આપી છે. પોલીસે આ મામલે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

Previous articleગાંજાની ડિલીવરી પર જનતા રેડ… ૩ પરપ્રાંતિય ઝડપાયા
Next articleકોલેજમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા વિરોધ કરતાં ૧૫ એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત