વરાછા રોડ માતાવાડી વિસ્તારમાં આવેલાં હીરાના એક મેન્યુફેક્ચરિંગ યુનિટના કારીગરોને રક્ષાબંધન પહેલાં છૂટાં કરી દેવામાં આવ્યાં હતાં. ૫૫થી વધુ કારીગરોને પગાર ચૂકવવામાં આવ્યો નહીં હોવાથી, ભીંસમાં આવ્યા છે. કારખાના માલિકે અંદાજે અઢીથી ત્રણ લાખનો પગાર કારીગરોનો બાકી રાખ્યો છે, એમ એક કારીગરે વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
મંદી અને જોબવર્કમાં આવેલા ઘટાડાને લઈને કારખાના માલિકે રક્ષાબંધન પહેલાં એકમ બંધ કરી દીધું હતું. કારખાના માલિકે જે તે વખતનો પગાર બાકી રાખ્યો હતો એમ સૂત્રોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું. એકમ બંધ થતાં અડધા કારીગરો વતન ચાલ્યાં ગયાં હતાં. જ્યારે બાકીના કારીગરોએ બીજે નોકરી શોધવાના પ્રયત્નો કર્યા હતાં, પરંતુ દિવાળી પહેલાં કોઈને પણ કામ મળ્યું નથી. કારખાનેદારનો મોબાઈલ ફોન સ્વીચ-ઓફ આવતો હોવાથી કારીગર વર્ગ સંપર્ક કરી શકતાં નથી અને બાકી રહેલાં પગારનો પણ યોગ્ય ખુલાસો મેળવી શકતા નથી.