ગુજરાતના ૭ સિંહ યોગીની ગુફામાં ગર્જના કરવા તૈયાર

424

ગુજરાત સરકાર ઉત્તરપ્રદેશના સાસણગીરમાં રહેતા સાત સિંહ ઉત્તરપ્રદેશ સરકારને આપવા માટેની તૈયારીમાં છે. આની સાથે જ ટુંક સમયમાં જ આ સાત એશિયાટિક સિંહ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ગુફામાં સિંહ ગર્જના કરવા માટે તૈયાર છે. આના માટેની અંતિમ તૈયારી હાલમાં ચાલી રહી છે. વાતચીત માટેની પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવી છે. ૨૬મી સપ્ટેમ્બરના દિવસથી ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગીના ગોરખપુર ઝુમાં આ સિંહની ગર્જના જોવા મળનાર છે. સાઢા ત્રણ વર્ષના ગાળા બાદ આવી સ્થિતી સર્જાઇ રહી છે જ્યારે ઉત્તરપ્રદેશમાં ગુજરાતના સિંહને લાવવામાં આવનાર છે. જુનાગઢના સક્કરબાગ ઝુમાંથી પહેલા આઠ સિંહને ગોરખપુર ઝુમાં લાવવામાં માટેની તૈયારી કરવામાં આવી હતી. જેમાં બે સિંહ અને છ સિંહણનો સમાવેશ થાય છે. જો કે એક સિંહણ બિમાર થઇ જવાના કારણે હવે આ સંખ્યા ઘટી ગઇ છે. આ સિંહને પહેલા ઇટાવા લાયન સફારી પાર્કમાં ૨૨મી મેના દિવસે લાવવામાં આવનાર હતા. જો કે ઉત્તરપ્રદેશમાં જોરદાર ગરમીના કારણે વન્ય વિભાગે આની મંજુરી આપી ન હતી. ગોરખપુરમાં જ્યાં સુધી ઝુ પૂર્ણ રીતે બનીને તૈયાર ન થાય ત્યાં સુધી ગુજરાતના સિંને થોડાક સમય સુધી ઇટાવાના સફારી પાર્કમાં રાખવામાં આવનાર છે. આવી સ્થિતીમાં ઇટાવા સફારી પાર્કમાં સાત સિંહને મોકલી દેવામાં આવનાર છે.

લાયન સફારી પાર્કમાં લાવતા પહેલવા સિંહના આરોગ્ય પરીક્ષણને લઇને ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં એક સિંહણ ન્યુરોલોજિકલ સંબંધિત સમસ્યાથી પિડિત ચે. હકીકતમાં ઝુ એનિમલ એક્સચેંજ પ્રોગ્રામ હેઠળ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૫ વચ્ચેના ગાળામાં ઇટાવા સફારી પાર્કમાં ૧૦ સિંહ લાવવામાં આવ્યા હતા. તેમાંથી પાંચના કેનાઇન વાયરસના કારણે મોત થઇ ગયા હતા.

Previous articleહિરાના ૫૫થી વધુ કારીગરોને પગાર ન મળતા આર્થિક ભીંસમાં મુકાયા
Next articleપીએસઆઈ સ્યુસાઈડ કેસઃ પોતાની સર્વિસ પિસ્તોલ આપનાર પોલીસકર્મી સસ્પેન્ડ