ભાવનગર જિલ્લામાં હાલ યમરાજાનો પડાવ હોય તેમ લાગી રહ્યું હોય ગઈકાલે હજુ દુર્ઘટનામાં ૩ર લોકોના જીવ ગયા છે ત્યાં આજે વધુ એક બનાવમાં બે યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં વલ્લભીપુર-બરવાળા હાઈવે પર લાખણકા ગામ નજીક કાર ખાળીયામાં ઉતરી જતા બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજવા પામ્યા છે. પ્રાપ્ત વિગત મુજબ, વલ્લભીપુર-બરવાળા હાવે પર લાખણકા ગામ નજીક આઈ-૧૦ કાર નં.જીજે૪ સીઆર ૩૭૩પ રોડ પરથી પલ્ટી મારી ખાળીયામાં ઉતરી જતા કારમાં સવારે ભવાનીસિંહ ભરતસિંહ મોરી ઉ.વ.ર૧, રે.કાનપર અને કિર્તીસિંહ હિતેન્દ્રસિંહ ટાંક ઉ.વ.ર૧ રે.પીપળીવાળાના ઘટનાસ્થળે મોત નિપજવા પામ્યા હતા. બન્ને યુવાનો કાનપરથી પીપળી લગ્ન પ્રસંગે આવતા હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.