દશકોથી પેન્ડિંગ રહેલા રાજકીયરીતે સંવેદનશીલ રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી પૂર્ણ કરવા માટેની તારીખ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા ૧૮મી ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. આનો મતલબ એ થયો કે, નવેમ્બર મહિનામાં જ રાજકીયરીતે ખુબ જ સંવેદનશીલ બની ગયેલા આ વિવાદનો અને કેસનો ઉકેલ આવી શકે છે અને નવેમ્બર સુધી સુપ્રીમ કોર્ટ ચુકાદો આપી શકે છે. હિન્દુ અને મુસ્લિમ પક્ષો તરફથી દલીલોને પૂર્ણ કરવા માટેની ટાર્ગેટ તારીખ નક્કી થઇ ચુકી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા આ મામલામાં સુનાવણી થઇ રહી છે. ૧૭મી નવેમ્બરના દિવસે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત્ત થનાર છે. અયોધ્યાના મામલે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ છે કે હવે મધ્યસ્થતાના પ્રયાસો માટે મામલામાં સુનાવણીને રોકવામાં આવનાર નથી. કોર્ટે કહ્યુ છે કે સુનાવણીની સાથે સાથે સમાંતર રીતે મધ્યસ્થતાના પ્રયાસો સંબંધિત લોકો કરી શકે છે. આની સાથે જ મામલાની સુનાવણી માટે ચીફ જસ્ટીસ, રંજન ગોગોઇએ સમય મર્યાદા પણ નક્કી કરી દીધી છે. ગોગોઇએ ૧૮મી ઓક્ટોબર સુધી દલીલો પૂર્ણ કરવા માટે સુચના આપી દીધી છે. જાણકાર નિષ્ણાંતો માની રહ્યા છે કે નવેમ્બર સુધીમાં ચુકાદો આવી શકે છે. સુપ્રીમ કોર્ટે મામલાના ઝડપી નિકાલનો હવે સંકેત આપી દીધો છે. સાથે સાથે કહ્યુ છે કે સમાંતર પ્રયાસ થઇ શકે છે. ૧૭મી નવેમ્બરના દિવસે સીજેઆઇ નિવૃત થવા જઇ રહ્યા છે. તે પહેલા કોર્ટનો ચુકાદો આ સંવેદનશીલ મામલામાં આવી શકે છે. બંને પક્ષોના વકીલ રાજીવ ધવન અને સીએસ વૈદ્યનાથ દ્વારા આપવામાં આવેલી કામચલાઉ અવધિને ધ્યાનમાં લઇને સીજેાિએ કહ્યુ છે કે અયોધ્યા મામલાની સુનાવણી ૧૮મી ઓક્ટોબરના દિવસે પૂર્ણ કરી લેવામાં આવનાર છે. સીજેઆઇએ એમ પણ કહ્યુ છે કે તમામ પક્ષો પોતાની દલીલોને ૧૮મી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી લે તે જરૂરી છે. ગોગોએ સંકેત આપ્યો છે કે જો સમય ઓછો રહેશે તો અમે શનિવારના દિવસે પણ સુનાવણી કરીશુ.
હવે માનવામાં આવે છે કે નવેમ્બર મહિનામાં ક્યારેય રાજકીય રીતે રીતે સૌથી ઉપયોગી રહેલા અને સામાજિક વ્યવસ્થાની દ્રષ્ટિએ સંવેદનશીલ આ મામલે ચુકાદો આવી શકે છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ૧૭મી નવેમ્બરના દિવસે નિવૃત થવા જઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે દરરોજ સુનાવણીને એક કલાક વધારી દેવા અને જરૂર પડે તો શનિવારના દિવસે પણ સુનાવણી કરવાની સલાહ આપી છે. સીજેઆઇ રંજન ગોગોએ કહ્યુ છે કે ૧૮મી ઓક્ટોબર સુધી તમામ દલીલો પૂર્ણ થઇ જવી જોઇએ. જેથી ત્યારબાદ ચુકાદો લખી શકાય છે. આના પર સુપ્રીમ કોર્ટ સમક્ષ મુસ્લિમ પક્ષે પોતાની દલીલોને ૨૭મી સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવા માટે કહ્યુ છે. ત્યારબાદ હિન્દુ પક્ષે ક્રોસ દલીલો માટે બે દિવસ બીજા લાગી શકે છે તેવી વાત કરી છે. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યુ છે કે અમને પણ બે દિવસ ક્રોસ દલીલો માટે જોઇએ છે. આ રીતે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ ચાર દિવસ સુધી ઉલટ દલીલો માટે રહેશે. ચીફ જસ્ટીસે કહ્યુ હતુ કે અમને મધ્યસ્થતા માટે પત્ર મળ્યો છે. આ પ્રયાસોને સુનાવણીથી અલગ કરી દેવા માટે સમાંતર રીતે જારી રાખવામાં આવી શકે છે. સુન્ની વક્ફ બોર્ડ અને નિર્વાણી અખાડાએ પત્ર લખીને મધ્યસ્થતા પેનલ સાથે ફરી એકવાર વાત કરવા માટે કહ્યુ છે. સુપ્રીમ કોર્ટે હવે કઠોર વલણ અપનાવતા કહ્યુ છે કે આવા પ્રયાસ કરનાર લોકો હવે ફ્રી છે. તેમના પ્રયાસો કરી શકે છે. જો કે સુનાવણીને હવે રોકવામાં આવનાર નથી. સુપ્રીમ કોર્ટ તરફથી સીજેઆઇ દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવ્યા બાદ મુસ્લિમ પક્ષના વકીલે ચુકાદો લખવામાં કેટલો સમય લાગશે તેવો પ્રશ્ન કર્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે અમે ચુકાદો ઇચ્છી રહ્યા છીએ. રંજન ગોગોઈના નેતૃત્વમાં પાંચ જજની બંધારણીય બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે. બંધારણીય બેંચમા જસ્ટિસ એસએ બોબડે, ડીવાય ચંદ્રચુડ, અશોક ભુષણ અને એસએ નઝીરનો સમાવેશ થાય છે. ત્રણ સભ્યોની મધ્યસ્થી પેનલ તરફથી એક અહેવાલ તેમને મળી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે છઠ્ઠી ઓગસ્ટના દિવસે આ સંવેદનશીલ કેસમાં દરરોજની સુનાવણી હાથ ધરી હતી.