વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર દ્વારા એક પછી એક મોટા નિર્ણયો લેવાનો સિલસિલો જારી રાખવામાં આવ્યો છે જેના ભાગરુપે આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા વધુ બે મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. આ બે નિર્ણયો પૈકી એક નિર્ણયમાં રેલવે કર્મચારીઓને બોનસ આપવાની અને બીજા નંબરમાં ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક આજે યોજાઈ હતી. આ બેઠકમાં વધુ એક નિર્ણય ઇ-સિગારેટને લઇને કરવામાં આવ્યો હતો. સરકારે ઇ-સિગારેટ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગૂ કરવાની જાહેરાત કરી દીધી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં બંને નિર્ણયો ઉપર મંજુરીની મહોર મારવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તહેવારથી પહેલા રેલવે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી દીધી છે. આ હેઠળ રેલવે કર્મચારીઓને ૭૮ દિવસના બરોબર બોનસ આપવામાં આવશે. ૧૧ લાખથી વધુ કર્મચારીઓને આનો સીધો લાભ આપવામાં આવશે. કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે, પ્રથમ વખત સતત છઠ્ઠા વર્ષમાં રેલવે કર્મચારીઓને બોનસ આપવામાં આવી રહ્યું છે. બોનસ આપવાથી સરકારી ખજાના ઉપર ૨૦૨૪ કરોડ રૂપિયાનો બોજ પડશે. રેલવે કર્મચારીઓને ૭૮ દિવસના પગારના બરોબર બોનસ આપવામાં આવનાર છે. ઇ-સિગારેટને પણ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાનો નિર્ણય કર્યો છે.
કેબિનેટના નિર્ણયથી વાકેફ કરવા માટે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં ઉપસ્થિત નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, ઇ-સિગારેટને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. ઇ-સિગારેટના ઉપયોગ, ઉત્પાદન, વેચાણ, સંગ્રહ ઉપર પ્રતિબંધ રહેશે. સ્કુલી બાળકોમાં પણ તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કહ્યું હતું કે, સરકાર વિવિધ દિશામાં પગલા લઈ રહી છે. સિગારેટ ઉપર પ્રતિબંધ કેમ મુકવામાં આવી રહ્યો નથી તે પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે, ઇ-હુક્કા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સિગારેટ ઇ-સિગારેટ કરતા વધારે નુકસાનકારક છે. આ સંદર્ભમાં જાવડેકરે કહ્યું હતું કે, ઇ-સિગારેટની ટેવ નવી દેખાઈ રહી છે જેથી સરકાર આને શરૂઆતના તબક્કામાં રોકવા માંગે છે. પ્રથમ ગુના કરવા પર આરોપીને એક વર્ષની સજા અથવા તો એક લાખ રૂપિયાનો દંડ થશે જ્યારે બીજી વખત ઝડપાઈ જવાના કેસમાં પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા કરાશે. ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધના સંદર્ભમાં જાવડેકરે કહ્યું હતું કે, આજે યોગ્ય દિશામાં લેવામાં આવેલા પગલા તરીકે છે.તેમણે ઉમેર્યું હતું કે, દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની નોંધ લેવાઈ રહી છે. એમ્સ, તાતા અને બાકીની મુખ્ય સંસ્થાઓમાં તથા અન્ય તબીબો દ્વારા આની ભલામણ કરાઈ હતી. ટેકનિકલ કમિટિએ પણ આમા તપાસ કરીને મંત્રીમંડળની પાસે અહેવાલ મોકલ્યો હતો.