ભાવનગર જિલ્લામાં ૧૬ર બાળકો બે વર્ષમાં ગુમ થયા
ભાવનગર જિલ્લામાંથી છેલ્લા બે વર્ષમાં કેટલા બાળકો ગુમ થયા તેવો પ્રશ્ન વિધાનસભામાં તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ઉપસ્થિત કર્યો હતો જેમાં વર્ષવાર કેટલા બાળકો ગુમ થયા અને કેટલા બાળકો પરત મળી આવ્યાની માહિતી પણ માંગી હતી.
ઉત્તરમાં મંત્રીએ ર૦૧૬ માં ભાવનગર જિલ્લામાંથી ૮૩ અને ર૦૧૭ માં ૭૯ બાળકો ગુમ થયા હોવાનું સ્વિકાર્યું હતું જે મળી કુલ ૧૬ર બાળકો ગુમ થયા હતા આ ઉપરાંત બોટાદ જિલ્લામાંથી પણ કુલ બે વર્ષમાં પ૭ બાળકો ગુમ થયા હતા. આમ બે જિલ્લાના બે વર્ષમાં કુલ ર૧૯ બાળકો ગુમ થયા હતા. જે પૈકી ૧પ૭ બાળકો મળી આવેલ જણાવતાં બાકીના ૬ર બાળકો હજી પણ લાપતા હોવાનું ગૃહ રાજયમંત્રીએ સ્વીકાર્યું હતું ૬ છોકરા ૧૪૧ છોકરીઓ ૧પ વર્ષથી ૧૮ વર્ષના ગુમ થયા હતા. જેમાંથી ૯૦ છોકરીઓ પરત આવેલી છે. તેવું પણ વધુમાં જણાવ્યું હતું. પ૧ છોકરીઓ હજી પણ ગુમ છે.
અમરેલી જિલ્લામાં અલ્ટ્રાટ્રેક અને નર્મદા દ્વારા ૮૧.૮૩ લાખ મે.ટન ખનીજનું ઉત્પાદન
અમરેલી જિલ્લામાં આવેલ અલ્ટ્રાટ્રેક અને નર્મદા કંપનીની કાર્યરત બે લીઝ દ્વારા ૫૧.૫૩ મે.ટન ખનીજનું ઉત્પાદન કરાયું વિધાનસભા ખાતે અલ્ટ્રાટ્રેક અને નર્મદા સિમેન્ટ કંપની લીઝ ચેકીંગના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા જે લીઝની ફાળવણી થાય છે તેનું સમયાંતરે ચેકીંગ કરવામાં આવે છે. જેમાં વાયર ફેન્સીંગ, પૂરતા રજીસ્ટ્રર નિભાવાય છે કે કેમ, કવાર્ટરલી રીટર્ન ભરાય છે કે કેમ, રોયલ્ટી સમયસર ભરવામાં આવે છે કે નહીં, વે-બીલ ભરવામાં આવે છે કે નહીં, ઇ-ગવર્નન્સનો અમલ થાય છે કે નહીં તેવા વિવિધ પાસાઓની ચકાસણી કરવામાં આવે છે અને પાલન ન થતુ હોય તો નિયમ મુજબ દંડ પણ કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં લાઇમ સ્ટોન અને માર્કો ખનીજનું ઉત્પાદન થાય છે. તેમાં અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા ૫૧.૩૫ લાખ મે.ટન અને નર્મદા કંપની દ્વારા ૩૦.૪૮ લાખ મે.ટનનું ઉત્પાદન થયું છે. અલ્ટ્રાટ્રેક કંપનીનું બે વાર ચેકીંગ કરાયું છે તેમાં કોઇ ગેરરીતી જણાયેલ નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ૧૫૪ જેટલા વ્યક્તિઓના નાર્કો ટેસ્ટ કરાયા
ગુનો કબુલતા ન હોય તેવા શકમંદની વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ હાથ ધરી ગુનેગારને આઇડેન્ટીફાય કરવા માટે મહત્વની નાર્કો એનાલિસીસ ટેસ્ટ સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે ઉપલબ્ધ હોવાથી ક્રાઇમ ડિટેક્શનમાં તે ખૂબ અસરકારક નિવડતી હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ગુજરાતની હાઇ ટેક્નોલોજીથી સુસજ્જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે નાર્કો એનાલિસીસ ટેસ્ટ માટે વર્ષ-૨૦૧૭ના અંતિત છેલ્લા બે વર્ષમાં ૧૫૪ જેટલા લોકોનો નાર્કો ટેસ્ટ લેવામાં આવ્યો હતો.
જેના આધારે હ્લજીન્માં નાર્કો એનાલિસીસ પદ્ધતિથી ૮૪ કેસોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું જે પૈકી ૫૮ કેસોમાં ૮૮ વ્યક્તિઓના નાર્કો ટેસ્ટ દ્વારા અન્ય રાજ્યોની તથા કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા રાજ્યની હ્લજીન્ની મદદ લેવામાં આવી હોવાનું ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.. નાર્કો ટેસ્ટમાં સામેલ સાયકોલોજીસ્ટની ટીમ દ્વારા શકમંદને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી તેના પ્રત્યુત્તરની તિવ્રતાના આધારે પૃથ્થકરણ કરી, જોઇતી માહિતી મેળવી તેના આધારે ચોક્કસ તારણ કાઢી સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. હ્લજીન્માં કરવામાં આવેલા નાર્કો ટેસ્ટના આધારે ઘણા કિસ્સાઓમાં ગુનો ડિટેક્ટ કરવામાં નોંધપાત્ર સફળતા મળી હોવાનું ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.