હાઈસિક્યુરિટી નંબર પ્લેટ માટેની મુદ્દત ફરીવાર વધી

472

રાજય સરકાર દ્વારા મોટર વ્હીકલ્સ અધિનિયમ-૨૦૧૯નું કડક અમલીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે હાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની કામગીરી દરમિયાન નાગરિકોને અગવડ ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી હાઇ સિકયુરિટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદતમાં એક માસનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ એચએસઆરપી લગાવવાની કામગીરી તા.૧૬મી ઓકટોબર-૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે તે ઉપરાંત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ આર.ટી.ઓ. કચેરીને એચએસઆરપીના સ્થાનિક પ્રતિનિધિના સંકલનમાં રહીને તેઓના કાર્યક્ષેત્રમાં સ્થિત વિવિધ રહેણાંક વિસ્તારો, સોસાયટીઓ, એપાર્ટમેન્ટો સહિતના વિવિધ રેસીડેન્ટ વેલ્ફેર એસોશીએસનના સંચાલકોનો સંપર્ક કરી મોટી સંખ્યામાં જૂના વાહનોમાં એચએસઆરપીનું ફીટમેન્ટ થાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે.

આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલા ફક્ત આર.ટી.ઓ/એ.આર.ટી.ઓ. કચેરી ખાતે લેવાતા નિયત દર સિવાય વધારાના નાણા જેમ કે સર્વિસ ચાર્જ, સર્વિસ ટેકસ વગેરેના નામે ચૂકવવાના નથી તેમ, વાહન વ્યવહાર કમિશનરની કચેરીના ખાસ ફરજ પરના અધિકારીએ અબખારી યાદીમાં જણાવ્યું છે.

Previous articleહેલ્મેટ સહિત ટ્રાફિક નિયમોને લઇને કોંગી કાર્યકરોનો વિરોધ
Next articleગુજરાતમાં વાતાવરણમાં ફરી પલટો : સાર્વત્રિક વરસાદ