બાબરામાં સરકારી તંત્ર દ્વારા નવા નીરના વિધામણા કાર્યક્રમ યોજાયો

451

બાબરા શહેર તેમજ તાલુકા માં સરકારી તંત્ર તેમજ રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિ માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિન પ્રસંગે વિવિધ કાર્યકમો યોજવા માં આવ્યા હતા

જેમાં બાબરા તાલુકા મામલતદાર,ચીફઓફિસર,સહિત તાલુકા ભાજપ ના આગેવાનો ની ઉપસ્થિતિ માં બાબરા નજીક આવેલા રામપરા તળાવ ખાતે નવાનીર ના વધામણા કરવા માં આવ્યા હતા માજી ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડ દ્વારા તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર માં આવેલા આંગણવાડી કેન્દ્રો માં નમામી દેવી નર્મદે અને વડાપ્રધાનશ્રી ના જન્મ દિન નિમિતે ચોકલેટ પેનશીલ સહિત ફ્રુટ વિતરણ અને દર્દી માટે જરૂરિયાત મુજબ ફૂટ વિતરણ સહિત ગ્રામ્ય વિસ્તાર ના જળાશયો માં નવાનીર ના વધામણા કરવા માં આવેલા ભાજપ યુવા પાંખ ના સંદીપ રાદડીયા સહિત ના યુવાનો દ્વારા બાબરા તાલુકા ના મોટા દેવળિયા ગામે આવેલ વૃધાશ્રમ અનાથ આશ્રમ માં બુજર્ગો અને બાળકો સાથે સમય વ્યતીત કરી સમૂહ ભોજન વ્યવસ્થા હાથધરી હતી જયારે તાલુકા ભાજપ ટીમ ના નીતિન રાઠોડ સહિત ના કાર્યકરો એ કરીયાણા ગામે આવેલ કાળુભાર ડેમ ખાતે નમામી દેવી નર્મદે અંતરગત જળપૂજા કરવા માં આવી હતી.

Previous articleગુજરાતમાં વાતાવરણમાં ફરી પલટો : સાર્વત્રિક વરસાદ
Next articleમોરારીબાપુ ‘મોરારીબાપુ’ છે