પાટણની આત્મવિલોપનની ઘટના બાદ જાણે આત્મવિલોપનની ચીમકીઓની મોસમ ચાલી રહી હોય એમ એક પછી એક આત્મવિલોપનની ચીમકીઓ ઉચ્ચારવામાં આવી રહી છે. જોકે, આવી ચીમકીઓના પગલે તંત્ર પણ સતર્ક બની ગયું છે. આવી જ એક ઘટના ગાંધીનગરમાં બની છે જેમાં કલેક્ટર ઓફિસની બહાર એક યુવકે આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામના એક યુવકે ગાંધીનગર કલેક્ટર ઓફિસ બહાર આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે નોકરી ઉપર પરત લેવાની માંગણી સાથે આ યુવકે આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ ઘટનાની જાણ થતાં પોલીસે તરત જ યુવકની અટકાયત કરી હતી. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.