બગસરા-દ્વારકા રૂટની બસ સુવિધા યુધ્ધના ધોરણે શરૂ થઈ મુસાફરોમાં રાહતની લાગણી

540

બાબરા વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય,પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ ના સંનિષ્ઠ પ્રયાસો થી એસ.ટી વિભાગ દ્વારા બગસરા દ્વારકા રૂટ ની મુસાફર બસ નો રૂટ શરૂ કરવા માં આવતા રાહત ની લાગણી છવાઈ છે

ઊંધાડના જણાવ્યા મુજબ ગ્રામ્ય મુસાફરો અને દૈનિક અપ ડાઉન કરતા વિવિધ મુસાફરો ની માંગણી ધ્યાને રાખી રાજ્ય સરકાર માં રજુવાત બાદ તંત્ર દ્વારા મુસાફરો ની ખેવના સાથે નવા રૂટ માટે સરાહનીય પગલું ભર્યું છે

પૂર્વ મંત્રી દ્વારા બસ માં ટૂંકા અંતર ની મુસાફરી કરી અને વડિયા,કુંકાવાવ બસ સ્ટેશન ખાતે બસ નું સ્વાગત કરી મુસાફરો સહિત કર્મચારી વર્તુળ આવકારી મોઢા મીઠા કરાવવા માં આવ્યા હતા સાથોસાથ ઉપસ્થિત લોકો ને એસ ટી બસ માં મુસાફરી કરવા આહવાન થયા નું જાણવા મળે છે

Previous articleપીથલપુર  ગામે નમામી દેવી નર્મદે કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ
Next articleજગદીશભાઈ ફોફંડીની ફુડ એકસપોર્ટસ એસો. ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદે નિમણુંક