બરવાળા પોલિસ અને સંસ્થાના સહયોગથી હેલ્મેટનું વિતરણ કરાયુ

397

બરવાળા પોલિસ અને ગુજરાત ઓઇલ મિલ જાહેર સંસ્થાએ દ્વારા ટ્રાફિક નિયમનની કામગીરીના ભાગરૂપે પ્રથમવાર જ હેલ્મેટ વગર રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોને દંડની જગ્યાએ હેલ્મેટ વિતરણ કરી સરાહનિય કામગીરીની ચારો તરફ લોકો દ્વારા  પ્રસંશા કરવામાં આવી રહી છે પોલિસ અને જાહેર સંસ્થાના સયુક્ત ઉપક્ર્‌મે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

બરવાળા મુકામે સાળંગપુર ત્રણ રસ્તા ઉપર તા.૧૭/૦૯/૨૦૧૯ ના રોજ સાંજના ૫ઃ૦૦ વાગ્યાથી ટ્રાફિક નિયમનના નવા કાયદાની અમલવારી અર્થે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં બરવાળા પોલિસ અને ગુજરાત ઓઇલ મિલના સયુક્ત ઉપક્રમે રોડ ઉપરથી પસાર થતા હેલ્મેટ વગરના વાહન ચાલ્કોને પ્રથમવાર દંડના બદલે હેલ્મેટ ફાળવવામાં આવ્યા હતાં જેમાં રાજદિપસિંહ નકુમ (ડી.વાય.એસ.પી. બોટાદ), શક્તિસિંહ ઝાલા (પી.એસ.આઇ.બરવાળા), પ્રતાપસંગભાઈ બારડ(પ્રમુખ બરવાળા નગરપાલિકા), દીલુભા ઝાલા, ફારુકભાઈ ચુડેસરા(ગુજરાત ઓઇલ મિલ) અનિષાબેન ચુડેસરા(એડવોકેટ) સહિતના લોકો દ્વારા રોડ ઉપર હેલ્મેટ પહેર્યા વગરના પ્રથમવાર પકડાયેલ વાહન ચાલકોને દંડના બદલે હેલ્મેટ ફાળવણી કરવાનો નવો અભિગમ અપનાવ્યો હતો આ હેલ્મેટ વિતરણથી  પોલિસની સરાહનિય કામગીરીની ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે.

બરવાળા પોલિસ અને ગુજરાત ઓઇલ મિલના સૌજન્યથી હેલ્મેટ વગરના વાહન ચાલકોને દંડના બદલે આઇ.એસ.આઇ.માર્કાના ગુણવતા યુક્ત હેલ્મેટ કંપનીની પડતર કિંમતે રૂ.૫૧૦ ની કિંમતથી ફાળવવામાં આવ્યા હતા આજરોજ હેલ્મેટ વગરના રોડ ઉપરથી પસાર થયેલા ૧૧૫ થી વધુ વાહનો ચાલકોને ૫૦૦ રુપિયાના દંડના બદલે હેલ્મેટ આપવની સરાહનિય કામગીરીની ચોતરફ પ્રસંશા થઈ રહી છે પોલિસ વાહન ચાલકોના જીવની ચિંતા કરી હેલમેટ ફાળવવામાં આવ્યા તેમજ વાહન ચાલકોને આર્થિક નુકશાની ન થાય તેવા ઉમદા અભિગમથી પોલિસ અને ગુજરાત ઓઇલના સહયોગથી આઇ.એસ.આઇ. માર્કાના હેલ્મેટ ફાળવવામાં આવ્યા હતા.આ ઉમદા અભિગમને વાહન ચાલકો તેમજ શહેરીજનો દ્વારા ઉત્સાહભેર વધાવી લીધેલ હતો. બરવાળા પોલિસ દ્વારા ટ્રાફિકના નિયમોનો અમલ કરવા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી હતી.

Previous articleનાના ઉંમરડા ખાતે  પોષણ મેળા સહીત આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું
Next articleસખપર માધ્યમિક શાળા ખાતે તમાકુ મુકત શાળા કાર્યક્રમ યોજાયો