સખપર માધ્યમિક શાળા ખાતે તમાકુ મુકત શાળા કાર્યક્રમ યોજાયો

498

સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેક્ટર-વ-ચેરમેન,ડીસ્ટ્રીક લેવલ કોર્ડીનેશન કમિટી -વિશાલ ગુપ્તા અને જીલ્લા વિકાસ અધિકારી-વ-સભ્ય લલિત નારાયણ સિંગ સાધુની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં શાળા તમાકુ મુક્ત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે માટે સમગ્ર જીલ્લામાં “તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ”કરવામાં આવે છે.

જેમાં તા.૧૮/૯/૨૦૧૯નાં રોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ સાહેબનાં માર્ગદર્શન નીચે  મોટા સખપર માધ્યમિક શાળા ખાતે“તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં બાળકો સાથે તમાકુ નિષેધ વિષયની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સ્લો સાઇકલિંગ સ્પર્ધાનું આયોજન કરી પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિધાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા  મોટા સખપર માધ્યમિક શાળાના ટ્રસ્ટી ફાધર જોસેફ, આચાર્ય ભરતભાઇ સાંથલીયા,તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.અંકીત મેર, એપિડ઼ેમિક મેડિકલ ઓફિસર ડૉ.આર. આર.ચૌહાણ અને ડૉ.દાણીધારીયા સુપરવાઈઝર  ડી.ડી.ચુડાસમા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

Previous articleબરવાળા પોલિસ અને સંસ્થાના સહયોગથી હેલ્મેટનું વિતરણ કરાયુ
Next articleધરાઈ ગામે સાંસદની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત હસ્તકના પટ્ટાવાળાની કારોબારી મળી