ધરાઈ ગામે સાંસદની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત હસ્તકના પટ્ટાવાળાની કારોબારી મળી

428

બાબરા તાલુકા ના ધરાઈ (બાલમુકુંદ) ગામે અમરેલી જીલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા ની પ્રેરક ઉપસ્થિતિ માં અમરેલી જીલ્લા પંચાયત હસ્તક ના પટ્ટાવાળા ની કારોબારી સહિત સ્નેહ મિલન અને સન્માન કાર્યક્રમ નું પટ્ટાવાળા યુનિયન ના જીલ્લા પ્રમુખ મિતુલ જોશી ની આગેવાની માં સંપ્પન થયું હતું

આ તકે ઉપસ્થિત રહેલા જીલ્લા સાંસદ કાછડિયા નું પટ્ટાવાળા યુનિયન વતી સન્માન બાદ કારોબારી ની બેઠક માં અમરેલી જીલ્લા ગ્રામ પંચાયત પટ્ટાવાળા વર્ગ માટે રાજ્ય સરકાર દ્વારા કરવા માં આવેલા અને નામદાર કોર્ટ દ્વારા થયેલા વખતો વખત ના હુકમો વિરુધ્ધ જીલ્લા અધિકારી વર્ગ દ્વારા કરવા માં આવતી અને ભૂતકાળ માં થયેલી કામગીરી થી પટાવાળા કર્મચારી વર્ગ ને થયેલા નુકસાન સહિત આજીવિકા માટે ના ઉભા થયેલા સવાલો અંગે જાહેર ચર્ચા કરવા માં આવી હતી પટાવાળા વર્ગ ને ખોટી રીતે છુટા કરવા માં આવ્યા હોવાનું અને સામાન્ય વેતન માં વર્ષો સુધી કામગીરી કરનારા વર્ગ ના હિત માં સરકારે કામ કરી અને છુટા કરેલા તમામ ને ફરી હાજર કરવા આગ્રહ ભરી યાચના સાથે ઉપસ્થિત સાંસદ ને આવેદન આપવા માં આવતા ન્યાયિક ઘટતુ કરવા જણાવ્યું હતું

કારોબારી બેઠક માં આવેલા પટાવાળા યુનિયન ના પ્રમુખ મિતુલ જોશી ની આગેવાની માં સૌ એ ભા.જ.પ ભાજપી ખેસ ધારણ કરતા ઉપસ્થિત રાજકીય આગેવાનો એ આવકારેલ હતા

Previous articleસખપર માધ્યમિક શાળા ખાતે તમાકુ મુકત શાળા કાર્યક્રમ યોજાયો
Next articleરાણપુરના નાગનેશ ગામના લોકોએ ભાદર નદીમાં જાતે રસ્તો બનાવ્યો