રાણપુરના નાગનેશ ગામના લોકોએ ભાદર નદીમાં જાતે રસ્તો બનાવ્યો

1291

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનના નાગનેશ ગામ ભાદર નદી ને કાંઠે આવેલુ ગામ છે.દસ હજાર ની વસ્તી ધરાવતુ નાગનેશ ગામે ચોમાસામાં જ્યારે જ્યારે ભાદર નદીમાં પાણી આવે છે ત્યારે ગામ લોકો ને જીવના જોખમે વહેતા પાણી માંથી પસાર થવુ પડે છે.નાગનેશ ગામના લોકો દ્વારા ભાદર નદી ઉપર પુલ બનાવવા રાજ્યસભા ના સાંસદ ને,ધારાસભ્ય ને,કલેક્ટર સહીત સ્થાનિક તંત્ર ને અનેકવાર રજુઆત કરવા છતા કોઈ ઉકેલ નહી આવતા આખરે ગામલોકોએ ભાદર નદીમાં જાતે રસ્તો બનાવી નાખવામાં આવ્યો છે જે કામ તંત્ર એ કરવાનું હોય છે.તે કામ નાગનેશના ગામલોકો દ્વારા કરવામાં આવતા તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.ત્રણ વર્ષ પહેલા ભારે વરસાદ ને કારણે ભાદર નદીમાં પુર આવેલ અને નાગનેશ ગામે જવાનો જે પુલ તુટી ને તણાઈ ગયો હતો.ત્યાર થી અત્યાર સુધીમાં અનેક વખત નેતાઓ ને સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.પણ આજદિન સુધી પુલ બનાવવા માટે ની કોઈ મંજુરી નથી.ત્યારે ચાલુ વર્ષે સારો વરસાદ પડતા છેલ્લા બે મહીના થી ભાદર નદીમાં પાણી વહી રહ્યુ છે.જેના કારણે નાગનેશ ગામલોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.કારણ કે નાગનેશ ગામના લોકો ને પોતા ના ગામમાં જવુ હોય અથવા ધંધુકા જવાના રોડ ઉપર જવુ હોય તો જીવના જોખમે પાણીમાંથી પસાર થવુ પડે છે.શાળા એ જતા બાળકો ને પાણી ના પ્રવાહમાં કેડ સમાણા પાણીમાં થઈને શાળા એ જવુ પડે છે.જેથી શાળા એ જતા બાળકોના કપડા પણ પલળી જતા લીલા કપડે શાળા એ જવુ પડે છે.આ પ્રકાર ની સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી નાગનેશ ગામના લોકો સામનો કરી રહ્યા હતા.જ્યારે આ વર્ષે પણ આજ પરીસ્થિતી ઉભી થતા સરકારી તંત્ર દ્વારા નાગનેશ ગામના પુલ માટે કોઈ કાર્યવાહી નહી કરતા આખરે ગામલોકોએ ગામમાં ફાળો એકત્ર કરી ટેક્ટર અને જેશીબી મશીન દ્વારા પોતાના હાથે જ પાણીમાં માટી અને પથ્થર નો પાળો બનાવી કાચો રસ્તો બનાવ્યો છે.જ્યારે ગામલોકોએ તંત્ર સામે રોષે ભરાયા હતા અને કહ્યુ હતુ કે જો આગામી દિવસો માં નાગનેશ ગામની ભાદર નદી ઉપર પુલ નહી બનાવવામાં આવે તો ના છુટકે સામૂહિક  આત્મવિલોપન અને રસ્તા રોકો આંદોલન  સહીત ચુંટણી નો બહિષ્કાર કરવામાં આવશે તેવુ જણાવ્યુ હતુ.. આ બાબતે નાગનેશ ગામના પુર્વ સરપંચ સુરૂભા ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે ત્રણ વર્ષ પહેલા ભારે વરસાદના લીધે ભાદર નદી ઉપરનો પુલ તુટી ને તણાઈ જતા નાગનેશ ગામના લોકો ને ભારે હાલાકી નો સામનો કરવો પડતો હતો.તંત્ર ને અને નેતાઓને અનેક વખત રજુઆત કરવા છતા પુલ નું કામ નહી થતા ગામલોકો પાણીના પ્રવાહમાં જીવના જોખમે નદીમાંથી પસાર થતા હતા.શાળા એ જતા બાળકો ને પણ ભણવામાટે જીવના જોખમે કેડ સુધીના પાણીમાંથી પસાર થઈ ને શાળા એ જતા હતા.સરકારી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી નહી કરતા આખરે નાગનેશ ગામના લોકોએ કંટાળી ને જાત મહેનત જીંદાબાદ નું સુત્ર અપનાવ્યુ હતુ.અને ગામના લોકો એ ફાળો એકત્ર કરી ટેક્ટર અને જેશીબી મશીન થી ભાદર નદીમાં રસ્તો બનાવવાનું કામ જાતે જ ચાલુ કરી દીધુ હતુ.અને માટી અને પથ્થર થી રસ્તો બનાવ્યો છે. જાત મહેનત જીંદાબાદ સુત્ર ને નાગનેશ ગામલોકો એ સાચુ ઠેરવ્યુ છે..

Previous articleધરાઈ ગામે સાંસદની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત હસ્તકના પટ્ટાવાળાની કારોબારી મળી
Next articleલોગંડી ગામ વાડી વિસ્તારમાં વિજળી ત્રાટકતા બે ભેંસના મોત