બોટાદ જીલ્લામાં બનતાં ગુન્હાઓની તપાસ પોલીસ અધિકારીઓ દ્વારા પુરી ખંતથી કરવામાં આવતી હોય છે. અને આરોપીઓને યોગ્ય સજા અને ફરીયાદી પક્ષને પૂરતો ન્યાય મળે તે હેતુથી પુરતાં પ્રયત્નો કરવામાં આવતા હોય છે. જેથી બોટાદ જીલ્લાના તપાસનીશ અધિકારીઓને પ્રોત્સાહન મળી રહે તે સારૂ પોલીસ અધીક્ષક હર્ષદ મહેતા દ્વારા તપાસ કરનાર અધિકારીઓને પ્રશંસાપત્ર આપવામાં આવેલ હતાં.
જેમાં પાળીયાદ પો.સ્ટે. પ્રોહી ગુન્હો તા.૧૬/૦૯ /૨૦૧૮ ના કલાક ૦૯/૦૦ વાગ્યે જાહેર થયેલ જેની તપાસ શ્રી. જી.પી.ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, બોટાદનાઓને સોંપવામાં આવેલ હતી. જેમાં તપાસ કરનાર અધિકારી દ્વારા ગુન્હાના મુળ સુંધી પહોંચી કુલ- ૨૩ આરોપીને અટક કરવામાં આવેલ અને મુખ્ય આરોપી નાગદાન પ્રભુદાન ગઢવી રહે.વડોદરાવાળાને નાસતો ફરતો જાહેર કરેલ અને મુખ્ય આરોપી વિરૂધ્ધ સી.આર.પી.સી કલમ ૮૨, ૮૩ મુજબની કાર્યવાહી કરવામાં આવેલ અને મિલકત જપ્તી કરવા સારૂ ક્લેક્ટર વડોદરાનાઓને હુકમ કરાવરાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી
તેમજ બોટાદ પો.સ્ટે. ગુન્હો તા.૧૫/૦૫/૨૦૧૮ ના કલાક ૧૪/૦૦ વાગ્યે જાહેર થયેલ જે ગુન્હાની તપાસ એલ.સી.બી બોટાદ ના તત્કાલિન પો.ઇન્સ એચ.આર.ગોસ્વામી નાઓને સોપવામાં આવેલ જેમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ.રૂ.૯,૩૦,૦૦૦/ નો મુદ્દામાલ લુટમાં ગયેલ જે ગુન્હાના આરોપીઓને બોમ્બેના રહેવાસી હતા તેઓને ભારે જહેમત બાદ પકડી કબજો મેળવવામાં આવેલ અને લુંટમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ હતો
બોટાદ જીલ્લા ઉપરોક્ત બંન્ને ગુન્હામાં ખંત પુર્વક અને નિષ્ઠાથી તપાસ કરનાર બંન્ને અધિકારીઓને બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તરફથી પ્રશંસાપત્ર આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.