સરકાર દ્વારા સેફ એન્ડ સીક્યુર ગુજરાત (જીછજીય્ેંત્ન) પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં રાજયભરમાં મહત્વનાં સ્થળો પર હાઇ ડેફીનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ નવા ૨૬ સ્થળો પર સાસગુજ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાથમિક તબક્કે ૨૧૪ જેટલા કેમેરા લગાવવામાં આવનાર છે. જેના કારણે આગામી દિવસોમાં જિલ્લામાં સુરક્ષાની વ્યવસ્થા વધુ સઘન બની જશે.
ગાંધીનગર ડીએસપી કચેરીનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર જીછજીય્ેંત્ન પ્રોજેક્ટ દ્વારા સીસીટીવીની સંખ્યા વધારવાનો હેતુ ગુનાખોરી અટકાવવાનો, ડીટેકશન ઝડપી બનાવવાનો તથા ટ્રાફિક વ્યવસ્થાપન સરળ બનાવવાનો છે. ગાંધીનગરનો ઘ-માર્ગ તથા ચ-માર્ગનાં સર્કલો તથા માર્ગ પર ગેટ આકારનાં એંગલ બનાવીને કેમેરા સ્માર્ટ સીટી અંતર્ગત લગાવવામાં આવેલા છે.
ગાંધીનગર શહેરમાં જ ૨૦૯ કેમેરા કાર્યરત છે. જેના કારણે ગુનાઓનાં ડીટેકશનમાં પણ ઘણી મદદ મળી રહી છે. ચેઇન સ્નેચીંગ જેવા બનાવો ઓછા થયા છે. ત્યારે સાસગુજ પ્રોજેક્ટ હેઠળ વધુ ૨૦૧૪ કેમેરા લગાવવામાં આવશે. પ્રોજેક્ટમાં તો ગાંધીનગર શહેરની સાથે સાથે માણસા, દહેગામ તથા કલોલમાં પણ કેમેરા લગાવવાનાં છે. પરંતુ પ્રાથમિક તબક્કે ગાંધીનગર શહેરનાં મહત્વનાં સ્થળો તથા શહેરને જોડતા મુખ્ય હાઇ-વે પર જ કેમેરા લાગશે. કારણ કે ટ્રાફિક વ્યવસ્થાન સાથે ગુનેગારો ભાગવા માટે પણ આ માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે.
સુત્રોનાં જણાવ્યાનુંસાર ઇ-મેમો સીસ્ટમ બંધ કરવાનું એક કારણ મેમોનાં સરનામા તથા વાહન માલીકી બદલાયાનાં ડેટામાં ખામી પણ હતી. સાસગુજમાં એએનપીઆર કેમેરા લગાડવામાં આવશે તેની સાથે આરટીઓનો સુધારેલો ડેટા લીન્ક કરવાનો પ્લાન છે. ત્યારે વધારે મજબુતી સાથે ઇ-મેમો સીસ્ટમ શરૂ થઇ શકે છે. ઓટોમેટીક નંબર પ્લેટ રેકોનાઇઝેશન સીસ્ટમવાળા કેમેરા વાહનોની નંબર પ્લેટ રીડ કરશે. કોઇ ચોરાયેલુ વાહન કે ગુનામાં વપરાયેલુ વાહન તે નંબર સાથે આ કેમેરાની નજરમાંથી પસાર થશે તો તેનું ખાસ સોફ્ટવેર ડેટાબેઝથી આ નંબર મેચ કરીને કંટ્રોલમાં એલર્ટ આપવામા આવશે!!
ગાંધીનગર અમદાવાદ હાઇ-વે પર ટ્રાફિકની વધતી સમસ્યાને ધ્યાને રાખીને ઉવારસદ ક્રોસ રોડ, ભાટ-કોટેશ્વર ચોકડી, અપોલો સર્કલ, પીડીપીયુએ કેમેરા લાગશે. જે ઉપરાંત ઇક્યુડીસી સર્કલ, ખ-૩,ખ-૬,ગ-૧,૩,૪,૫,૭, ઘ-૨, સેકટર ૬-૭ક્રોસીંગ, સત્યાગ્રહ છાવણી, ચ-૪,૫,૬,૭, છ-૩, પોલીસ ભવન સર્કલ, છ-૪ તથા ૬, ઇન્દ્રોડા ગામના કટ તથા સર્કીટ હાઉસનાં સર્કલે સીસીટીવી લાગશે.
જીછજીય્ેંત્ન હેઠળ લાગનાર કેમેરા પર નજર રાખવા માટે સેકટર ૨૭ ડીએસપી કચેરી ખાતે ૨ હજાર સ્કવેર ફીટમાં ઇન્સીડન્ટ કમાન્ડ સેન્ટર (સીસીટીવી મોનીટરીંગ સેન્ટર) પણ બનાવવામાં આવશે. જયારે હાલનાં સર્વેલન્સ રૂમને પણ તેમની સાથે ભેળવી દેવામાં આવશે.સાસગુજ પ્રોજેક્ટમાં ઓટોમેટીક નંબર પ્લેટ રેકોનાઇઝેશન(એએનપીઆર), રેડલાઇટ વાયોલેશન ડીટેકશન (આરએલવીડી),પેન ટીલ્ટ ઝુમ(પીટીઝેડ) તથા ફિક્સ કેમેરા લાગવાનાં છે. જો કે ગાંધીનગરમાં પ્રાથમિક તબક્કામાં આરએલવીડીનો સમાવેશ નથી. કારણ કે ટ્રાફિક સીગ્નલ જ નથી. ઘ-૩ સર્કલે કહેવા ખાતર છે. ત્યારે ગાંધીનગરમાં ૯૮ ફીક્સ્ડ, ૪૮ પીટીઝેડ તથા ૬૮ એએનપીઆર કેમેરા લાગશે. જેના કારણે આગામી દિવસોમાં શહેર તેમજ સમગ્ર જિલ્લામા સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવી શકાશે.