સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર કાઈલ એબોટ કાઉન્ટી ચેમ્પિયનશીપ ડીવીઝન ૨૦૧૯ માં પોતાની શાનદાર બોલિંગથી તહલકો મચાવી દીધો છે. કાઈલ એબોટે ૬૩ વર્ષ બાદ કાઉન્ટી ડીવીઝનમાં ઈતિહાસ રચ્યો છે. હેમ્પશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ તરફથી રમી રહેલા કાઈલ એબોટે સમરસેટ કાઉન્ટી ક્રિકેટ ક્લબ સામે રમાયેલ મેચમાં કુલ ૧૭ વિકેટ લીધી હતી. કાઈલ એબોટે પ્રથમ ઇનિંગમાં સમરસેટ ૯ ખેલાડીઓને આઉટ કર્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં પણ વિરોધી ટીમના ૮ બેટ્સમેનોને આઉટ કર્યા હતા.
તેમને આ મેચમાં ૮૬ રન આપી ૧૭ વિકેટ લીધી છે. કાઈલ એબોટ પહેલા વર્ષ ૧૯૫૬ માં ઇંગ્લેન્ડમાં જીમ લેકરે ઓલ્ડ ટ્રેફર્ડમાં ઓસ્ટ્રેલિયા સામે ૯૦ રન આપી ૧૯ વિકેટ લીધી હતી. તેમને ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગમાં ૩૭ રનમાં ૯ વિકેટ લીધી હતી, ત્યાર બાદ બીજી ઇનિંગમાં ૫૩ રન આપી ઓસ્ટ્રેલીયન ટીમના ૧૦ ખેલાડીઓને આઉટ કર્યા હતા. ઇંગ્લેન્ડે આ મેચ ૧૭૦ રનથી પોતાના નામે કરી હતી. કોઈ એક ટેસ્ટ મેચમાં આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.