કન્ઝ્‌યુમર ગુડ્‌સ માર્કેટમાં ખરાબ દિવસો આવી શકે

360

દેશમાં આર્થિક સુસ્તીના માહોલમાં કન્ઝ્‌યુમર ગુડ્‌સ માર્કેટના ક્ષેત્રમાં જોરદાર મંદી આવવાના સંકેત દેખાઇ રહ્યા છે. ખેતીવાડી, કેશ અને રોજગાર સાથે જોડાયેલા મામલાના કારણે  નાણાંકીય વર્ષ ૨૦૨૦માં છેલ્લા ૧૫ વર્ષના સૌથી ઓછા રેવેન્યુ ગ્રોથના સંકેત દેખાઇ રહ્યા છે. ત્રિમાસિક દર ત્રિમાસિકના આધાર પર એફએમસીજીમાં વેલ્યુ અથવા તો રેવેન્યુ ગ્રોથ છેલ્લા નાણાંકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ૧૬.૨ ટકાનો ગ્રોથ રેટથી સતત ઘટાડો થઇ રહ્યો છે. કન્ઝ્‌યુમર ગુડ્‌સ માર્કેટ નાણાંકીય વર્ષ ૨૦૨૦ના ગાળા દરમિયાન છેલ્લા ૧૫ વર્ષના સૌથી ખરાબ રેવેન્યુ ગ્રોથના સાક્ષી તરીકે રહી શકે છે. ચતાર ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે ફાસ્ટ મુવિંગ કન્ઝ્‌યુમર ગુડ્‌સ સેગ્મેન્ટે જુન ત્રિમાસિક ગાળામાં ૧૦ ટકાનો ગ્રોથ રેટ હાંસલ કરી લીધો હતો. રિપોર્ટમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યુ છે કે લો બેઝ ઇફેક્ટના કારણે નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ગ્રોથ તો દેખાય છે પરંતુ સુસ્તીની વાત છુપાયેલી હતી. ક્રેડુટ સુઇસે કહ્યુ છે કે નાણાંકીય વર્ષ૨૦૧૬-૧૯ વચ્ચે સુસ્તી હોવા છતાં એફએમસીજી કંપનીઓના નફામાં તેજી સાથે વધારો થયો છે. કારણ કે ક્રુડ ઓઇલની કિંમતમાં અને જીએસટી સાથે જોડાયેલી બચતના કારણે તે પોતાના માર્જિનને વધારી શકી છે. છેલ્લા ચાર ત્રિમાસિક ગાળાથી ગ્રોથ રેટમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે ફાસ્ટ મુવિંગ કન્ઝ્‌યુમર ગુડ્‌સ સેગમેન્ટમાં જુન ત્રિમાસિક ગાળામાં ૧૦ ટકાનો ગ્રોથ રહ્યો હતો. સ્થિતી હાલમાં હળવી બને તેવા કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. જો કે કેટલાક લોકો માની રહ્યા છે કે કન્ઝ્‌યુમર ક્ષેત્રમાં જોરદાર મંદી હાલમાં આવી શકે છે. જેની અસર રહેશે.

Previous articleઅમેરિકન ફેડના નિર્ણયની અસર થઇ : સેંસેક્સ ૪૭૦ પોઇન્ટ ડાઉન
Next articleકાશ્મીર મુદ્દો બંન્ને દેશો પરસ્પર વાતચીતથી ઉકેલ લાવેઃ સંયુક્ત રાષ્ટ્ર