વારાહ સ્વરૂપ ગામે તોડી પડાયેલા હનુમાનજી મંદિર પુનઃ સ્થાપનની કલેક્ટરની હૈયાધારણા

877
guj932018-1.jpg

જાફરાબાદ તાલુકાના ભાંકોદર-વારાહ સ્વરૂપનું પુરાતની ભીમ પગલા હનુમાનજીનું મંદિર અસામાજીક તત્વો દ્વારા તોડી પડ્યાનો હજારોની સંખ્યામાં પાંચ ગામના લોકો દ્વારા હલ્લાબોલ, હીરાભાઈ સોલંકી દ્વારા મામલો શાંત પાડેલ તેની કાલે કાર્યવાહી કરતા મામલતદાર અને પુનાભાઈ ભીલે કરેલ છે.
જાફરાબાદ તાલુકાના ભાંકોદર અને વારાહ સ્વરૂપ ગામ વચ્ચે આવેલ અતિ પુરાતની ભીમ પગલા હનુમાનજીનું મંદિર અસામાજિક તત્વો દ્વારા તોડી પાડેલ ત્યારે પાંચ ગામના લોકો ભાંકોદર, કોવાયા, વારાહ સ્વરૂપ, વાંઢ અને બાબરકોટની ધર્મપ્રેમી જનતા દ્વારા અલ્ટ્રાટેક સિમેન્ટ પર આંગળી ચિંધાઈ હતી અને કરેલ હલ્લાબોલના મામલાને માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તુરંત જ ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડેલ અને ફરિ પાછુ એ જ જગ્યાએ નવું મંદિર બનાવવા હીરાભાઈ સોલંકી અને જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ સાથે રહી શ્રીફળ વધેરી મામલો શાંત પાડેલ તેને ૪-૪ મહિના વીતી ગયા છતા કોઈ કાર્યવાહી ન થતા પુનાભાઈ ભીલ દ્વારા જિલ્લા કલેક્ટર પ્રાંતથી લઈ ગાંધીનગર સુધી ફરી મંદિર બનાવવાની કાર્યવાહી નહીં થાય તો હવે જનતા મારા હાથમાં નહીં રહે ને કોઈ ગંભીર પરિણામ આવે તેની જવાબદાર તંત્રની રહેશે આવી ગંભીર રજૂઆતથી તંત્ર હરકતમાં આવી ખુદ મામલતદારે પાંચ ગામની જનતાને પુનાભાઈ ભીલ દ્વારા જાણ કરાવેલ કે સ્થળ પર તપાસ કરવા આવું છું અને મામલતદાર ચૌહાણ, પુનાભાઈ ભીલ સાથે પાંચ ગામની જનતા વચ્ચે આવ્યા સ્થળ નિરીક્ષણ કરી સૌને સાંતંવના આપેલ તેમાં ખાસ ગૌસેવા સમિતિ હસ્તે ભીમ પગલા કમિટી હોય તે ગૌસેવા કમિટીના મેમ્બરો પણ હાજર રહેલ અને ગૌસેવા સમિતિએ ફરી મામલતદારને તાત્કાલિક ફરી પાછુ એ જ જગ્યાએ હનુમાનજીનું મંદિર બનાવવા ચિમકી પણ ઉચ્ચારેલ. કારણ આ ભીમ પગલા જમીન કરોડો રૂપિયાના લાઈમ સ્ટોનવાળી હડપવાના પ્રયાસ હતા પણ પાંચ ગામની જનતા ગૌ સેવા સમિતિના અધ્યક્ષ સ્થાને ગમે તે થાય પણ મંદિર બનાવી દેવા ગુનેગારને સજા થાય તેવી કાર્યવાહી થાય અને સુખમય રીતે અને ભવિષ્યમાં કંપની સાથે સારા સંબંધો જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા મામલતદારની હાજરીમાં લેવાયા હતા.

Previous articleમહેન્દ્રસિંહ બોરાટનું મહંત શાંતિદાસબાપુ દ્વારા સન્માન
Next articleતાલુકા હેલ્થ કચેરી ધંધુકા દ્વારા નવી જન્મેલી દિકરીના વધામણા