૪ મુસ્લિમ ભાઇઓએ જનોઇ ધારણ કરી પિતાના બ્રાહ્મણ મિત્રના અંતિમ સંસ્કાર કર્યા

446

અમરેલી જિલ્લામાં મિત્રતાની સાથે કોમી એકતાનો કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલામાં એક વૃદ્ધ બ્રાહ્મણનું અવસાન તેના મુસ્લિમ મિત્રનાં ઘરે થયું હતું. જે બાદ મુસ્લિમ મિત્રનાં પુત્રએ જનોઇ ધારણ કરીને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક બ્રાહ્મણની સ્મશાનયાત્રા કાઢીને અંતિમ સંસ્કાર કર્યા હતાં.

ભીખાભાઈ કુરેશી અને ભાનુશંકર પંડયા ગાઢ મિત્રો હતા અને બંનેએ મજુરી સાથે કરી હતી. ભાનુશંકર પણ આ મુસ્લિમ પરિવાર સાથે રહેતા અને ઘરના સદસ્ય જેવા જ હતા. ભીખાભાઇ કુરેશીનું પણ થોડા સમય પહેલા મોત નીપજ્યું હતું. ભાનુશંકરનું સોમવારે અચાનક નિધન થતા મુસ્લિમ પરિવારે હિન્દુ શાસ્ત્રોકત વિધિ પ્રમાણે તેમની ક્રિયા જનોઈ ધારણ કરી કાંધ આપી પછી અગ્નિદાહ આપ્યો હતો.

ભાનુભાઈને કોઈ પરિવાર નહોતો માટે ભીખાભાઈ કુરેશી તેમના માટે ઘરેથી ટિફિન લાવતા હતા. બંને મિત્રો એક ટિફિનમાંથી જમીને સાથે કામ કરતા હતાં. એક દિવસ મજૂરી કરતા ભાનુશંકરનો પગમાં ફ્રેક્ચર થયા પછી મિત્ર ભીખાભાઈ કુરેશી તેમને ઘરે લાવે છે.

આજીવન આ બ્રાહ્મણ આ મુસ્લિમ પરિવારને પોતાનો પરિવાર માની તેમની સાથે રહે છે.

ભાનુશંકરનું મોત નીપજતા ભીખાભાઇનાં પુત્રએ ભુદેવને બોલાવીને હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મુસ્લિમ પરિવારનાં ચાર ભાઇઓએ જનોઇ ધારણ કરીને ભાનુશંકરની અર્થીને કાંધ આપી હતી. જે બાદ તેમના અસ્થિ જૂનાગઢ દામોદર કુંડમાં પધરાવવામાં આવ્યાં હતાં.

Previous articleમહાદેવ ભગવાન વિશે અમારાથી કંઇ બોલાયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ
Next articleસમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં અસુવિધાઓ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું