સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે એક નવો ઇતિહાસ રચી દીધો હતો. કારણ કે રાજનાથ સિંહે ટોપ અધિકારીઓની સાથે અતિ આધુનિક અને ભારતમાં તૈયાર કરવામાં આવેલા ફાઇટર વિમાન તેજસમાં ઉંડાણ ભરી હતી. ખુબ હળવા અને સ્વદેશી ટેકનિકથી વિકસિત કરવામાં આવેલા આ વિમાનને સૌથી શક્તિશાળી અને કુશળ વિમાન તરીકે ગણવામાં આવે છે. જંગના મેદાનમાં હથિયારો ઝીંકવાની ખાસ ક્ષમતા ધરાવનાર અને દુશ્મનોની મિસાઇલોને હાથ ધરવામાં કુશળતા ધરાવનાર ભારતના તેજસ વિમાનમાં આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઉંડાણ ભરી હતી. તેજસ જુદા જુદા પરાક્રમ કરી શકે છે. દુશ્મનના દાંત ખાટા કરવામાં સક્ષમ આ ફાઇટર વિમાનમાં રાજનાથ સિંહે ઉંડાણ ભરી હતી. અધિકારીઓએ કહ્યુ છે કે તેઓ તેજસમાં ઉંડાણ ભરનાર પ્રથમ સંરક્ષણ પ્રધાન છે.
અત્રે નોંધનીય છે કે હવામાં ઉંડાણ અને યુદ્ધ માટે હળવા ફાઇટર પ્લેન વિમાન વધારે સફળ થાય છે. ભારતના તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ એવા જ દમદાર યુદ્ધ વિમાન છે. જે પોતાની શ્રેણીમાં પાકિસ્તાન અને ચીનના યુદ્ધ વિમાનને જોરદાર ટક્કર આપે છે. ભારતીય હવાઇ દળે તેજસ વિમાનોની એક ટીમને પહેલાથીજ પોતાના કાફલામાં સામેલ કરી ચુકી છે. તેજસ વિમાનને ડીઆરડીઓની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવી છે.આ એરક્રાફ્ટની કલ્પના ૧૯૮૩માં તૈયાર કરવામાં આવી હતી. જો કે આ પ્રોજેક્ટ ૧૦ વર્ષ બાદ ૧૯૯૩માં સેક્શન થયા બાદ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એર ચીફ માર્શલ બીએસ ધનોઓ કહે છે કે તેજસ માત્ર હુમલા કરવામાં સક્ષમ નથી બલ્કે આ વિમાન યોગ્ય ટાર્ગેટ પર હથિયારો ઝીંકી શકે છે. તેમણે કહ્યુ હતુ કે આ એક ફાઇટર વિમાન છે. તેને ફાઇટર વિમાનની જેમ જ કામ કરવાની જરૂર છે. આ વિમાને હવાથી હવા અને જમીનથી જમીન બંને ક્ષેત્રોમાં જોરદાર કામગીરી અદા કરી છે. પાયલોટ પણ આ વિમાનની કુશળતાને લઇને ખુશ છે. ભારતીય હવાઇ દળ વિમાનને લઇને તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી. રાજનાથ સિંહે આજે તેજસમાં ઉંડાણ ભરી ત્યારે તેઓ ભારે ખુશ દેખાતા હતા. ભારતીય હવાઇ દળ દ્વારા તેની તાકાતમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. એમ તો આ વિમાન ભારતીય છે પરંતુ તેમાં કેટલીક મદદ વિદેશી લોકોની પણ રહેલી છે. જેમ કે એન્જિન અમેરિકી છે. જ્યારે રડાર અને હથિયાર ઇઝરાયેલી છે. અન્ય કેટલાક સ્પેર પાર્ટસ્ પર વિદેશમાંથી લાવવામાં આવ્યા છે. બાકીની અન્ય વિશેષતા આમાં રહેલી છે. આ વિમાનનુ કુલ વજન ૬૫૬૦ કિલોગ્રામ છે. જેના કારણે આ વિમાન ૫૦ હજાર ફુટની ઉંચાઇ પર ઉંડાણ ભરી શકે છે. તેની પાંખ ૮.૨ મીટર પહોળા છે તેજસ વિમાન કુલ ૧૩.૨ મીટર લાંબુ છે. તેની ઉંચાઇ ૪.૪ મીટર ઉંચી છે. નિષ્ણાંતોના કહેવા મુજબ તેજસને પાકિસ્તાન અને ચીન દ્વારા બનાવવામાં આવેલા યુદ્ધ વિમાન જેએફ -૧૭ થંડરની ટક્કરમાં માનવામાં આવે છે. તેજસ એક વખતમાં ૨૩૦૦ કિલોમીટરના અંતર સુધી ઉંડાણ ભરી શકે છે. આવી જ રીતે થંડર-૨૩૦૭ કિલોમીટર સુધી ઉંડાણ ભરી શકે છે. તેજસ વિમાનમાં હવામાં ફ્યુઅલ ભરવામાં આવી શકે છે. જ્યારે થંડરમાં આવી કોઇ વિશેષતા રહેલી નથી. મલેશિયા સહિતના કેટલાક દેશો પણ આને જોઇને પ્રભાવિત થઇ ચુક્યા છે. તેજસને હળવા વિમાન કહેવામાં આવે છે. કારણ કે તેનુ માળખુ કાર્બન ફાઇબર સાથે બનેલુ છે. આનો સીધો અર્થ એ થયો કે તે કોઇ અન્ય ચીજથી બનનાર વિમાનોની તુલનામાં વધારે મજબુત હોય છે. તેજસ વિમાનને ઉડાણ ભરવા માટે અડધા કિલોમીટરથી પણ ઓછી જગ્યાની જરૂર હોય છે. તાજેતરમાં જ તેજસ વિમાને અરેસ્ટેડ લેન્ડિંગ ટેસ્ટ પાસ કરવામાં સફળતા હાંસલ કરી છે. આનો અર્થ એ છે કે તે યુદ્ધજહાજ પર ઉતરાણ કરી શકે છે. હકીકતમાં અરેસ્ટેડ લેન્ડિંગના ગાળા દરમિયાન યુદ્ધજહાજ અથવા તો હવાઇ પટ્ટીપર લાગેલા એક એક તાર વિમાન સાથે જોડાઇ જાય છે. જેના કારણે વિમાન ઓછામાં ઓછા અતરમાં રોકાઇ શકે છે. કેટલીક વખત તારના બદલે નાના પેરાશુટનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હવા ભરવાની સ્થિતીમાં વિમાનની સ્પીડ ઓછી થાય છે. તેજસે અઢી હજાર કલાકની સફરમાં ૩૦૦૦થી વધારે ઉંડાણ ભરી છે. તેમાં સુખોઇ કરતા વધારે કુશળતા રહેલી છે.