ધાર્મિક સ્થળ પ્રયાગરાજ પુરમાં ડુબ્યુ : લાખો ઘરોમાં પાણી ઘુસ્યા

619

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીમાં આવેલા પુરના કારણે હાલત ખરાબ થઇ ગઇ છે. આવનાર બે ત્રણ દિવસ માટે જિલ્લામાં પુરની સ્થિતી વધારે ગંભીર બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. જેના કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સેનાને પણ સાવધાન રહેવા માટે કહેવામા આવ્યુ છે. સ્થિતી વધારે ગંભીર બનશે તો સેનાને પણ બોલાવવામાં આવી શકે છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ૨૧મી સપ્ટેમ્બરના દિવસ સુધી તમામ સ્કુલો  અને કોલેજમાં રજા જાહેર કરી દીધી છે. પુરના કારણે આશરે પાંચ લાખ લોકોને અસર તઇ છે. પાંચ હજારથી વધારે લોકોના ઘરમાં પુરના પાણી ઘુસી ગયા છે. સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં દેખાઇ રહ્યા છે. બુધવારના દિવસે જ યમુના નદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઇ હતી. ચારેબાજુ પાણી પાણી નજરે પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં ગંગા અને વરૂમા નદીમાં પાણીની સપાટી સતત ચિંતાજનકરીતે વધી રહી છે. પ્રયાગરાજમાં સ્થિતી વધારે ખતરનાક બની ગઇ છે. અહીં પુરના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે. સ્થિતી એ છે કે લોકો દ્વારા હિજરત શરૂ કરી દેવામા આવી રહી છે. લોકો તેમના સગા સંબંધીના આવાસ પર પહોંચી રહ્યા છે. પુરગ્રસ્ત લોકો બેઘર થઇ ગયા છે. ગંગાની સાથે સાથે વરૂમા નદીમાં પણ પાણીની સપાટી ખુબ ઝડપથી વધી રહી છે. જેના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. ૫૩ ગામો પણ પુરના સકંજામાં  આવી ગયા છે. ૫૩ ગામો પુરના સકંજામાં આવી ગયા છે. ધોધમાર વરસાદ જારી રહેવાના કારણે લોકોની તકલીફ વધી ગઇ છે. પુરના કારણે શહેરી વિસ્તારોમાં ગંગા અને વરૂણા સાથે જોડાયેલા તમામ નાવા ઓવરફ્લો થઇ ગયા છે. જેથી ડેનેજ વ્યવસ્થા પણ ખોરવાઇ ગઇ છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઇ ગયા છે.

પાણીનો નિકાલ કરવામાં સફળતા મળી રહી નથી. સીવેજ ઓવરફ્લો થઇજતા ભારે ખળભળાટ મચી ગયો છે. ઉત્તરપ્રદેશના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં તમામ ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને ઘરમાં રહેવા કહેવામાં આવ્યું છે. ૨૧મી સપ્ટેમ્બર સુધી સ્કુલોને બંધ કરી દેવામાં આવી છે. સેનાને પણ તૈનાત રહેવા કહેવામાં આવ્યું છે. શહેરના ડઝન જેટલા વિસ્તારોમાં લોકો છેલ્લા ચાર-પાંચ દિવસથી ફસાયેલા છે. જે માર્ગો ઉપર ગાડીઓ દોડતી હોય છે તે માર્ગો ઉપર નૌકાઓ ભરતી થઇ છે. સ્થિતિમાં હાલ સુધારો થાય તેવા સંકેત દેખાઈ રહ્યા નથી.

Previous articleસંરક્ષણ મંત્રી રાજનાન સિંહે તેજસ વિમાનથી ઉંડાણ ભરી
Next articleકઠોર ટ્રાફિક નિયમોના વિરોધમાં દેશમાં હડતાળથી ભારે અંધાધૂંધી