વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઇને આજે ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકી દીધું હતું. રામ મંદિરને લઇને દાવા કરનાર લોકો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. અયોધ્યા સુનાવણી ઉપર આજે મોદીએ કહ્યું હતું કે, દેશને સુપ્રીમ કોર્ટ પર સંપૂર્ણપણે વિશ્વાસ છે. તેઓ નિવેદન કરનાર સાહસી લોકોને અપીલ કરવા માંગે છે કે, ભગવાન રામ માટે સુનાવણીમાં કોઇપણ પ્રકારની અડચણો ઉભી કરવાના પ્રયાસો ન કરવામાં આવે. ભગવાન રામના માટે અયોધ્યા સુનાવણીમાં અડચણો ઉભી કરવાના પ્રયાસ ઘણા લોકો કરી રહ્યા છે. આજે નાસિક પહોંચેલા મોદીએ ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંક્યું હતું. સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ મામલે સુનાવણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં જેમ તેમ નિવેદન ન કરવાની જરૂર છે. ૩૭૦ ઉપર નિવેદન કરતા કહ્યું હતું કે, ભારતીયોની ભાવનાઓને ધ્યાનમાં લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ગામ, ગરીબ ખેડૂતો અસ્થિરતાના શિકાર થયા છે. નાસિકમાં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, કેટલાક લોકો અયોધ્યામાં રામ મંદિરને લઇને જેમ તેમ નિવેદન કરી રહ્યા છે. દેશના તમામ લોકોના મનમાં સુપ્રીમ કોર્ટને લઇને સન્માન રહે તે જરૂરી છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચેલો છે. કોર્ટમાં તમામ લોકો પોતપોતાની રજૂઆત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ પ્રકારના નિવેદન કરનાર લોકો ક્યાંથી આવી ગયા છે તે બાબત સમજાઈ રહી નથી. આવા લોકોને તેઓ હાથ જોડીને કહેવા માંગે છે કે, બિનજરૂરી નિવેદનબાજીથી નુકસાન થશે. ભગવાન રામ માટે ભારતની ન્યાયિક વ્યવસ્થામાં વિશ્વાસ રાખવાની જરૂર છે. આંખ બંધ કરીને આડેધડ નિવેદન કરવા જોઇએ નહીં. મોદીએ કહ્યું હતું કે, સરકારે વચન આપ્યું હતું કે, જમ્મુ કાશ્મીર અને લડાખમાં સમાધાન માટે પ્રયાસ કરવામાં આવશે. દેશ આવા સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. જમ્મુ કાશ્મીરમાં ભારતના બંધારણને લાગૂ કરવાની બાબત માત્ર એક સરકારનો નિર્ણય નથી બલ્કે ૧૩૦ ભારતીયોની ભાવનાઓના પ્રેક્ટિકલ તરીકે છે. આ નિર્ણય જમ્મુ કાશ્મીર અને લડાખના લોકોને હિંસા, અલગતાવાદ, આતંકવાદના કુચક્રમાંથી બહાર કાઢવા માટે ભારતની એકતા અને અખંડતા માટે લેવામાં આવ્યો છે. કાલ સુધી એમ કહેવામાં આવતું હતું કે, કાશ્મીર અમારું છે અને અમે દરેક હિન્દુસ્તાની કહી રહ્યા છે કે, અમને નવા કાશ્મીરના નિર્માણની જરૂર છે. કાશ્મીરને ફરીથી સ્વર્ગ બનાવવાની જરૂર છે. ૪૦ વર્ષ સુધી ૪૨ હજાર લોકોનો જે જમીન ઉપર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે જે જમીનને રક્તરંજિત કરી દેવામાં આવી છે. ૧૩૦ કરોડ દેશવાસિયોનો સંકલ્પ છે કે, ફરી એકવાર એજ કાશ્મીરને સ્વર્ગ બનાવવામાં આવશે. વિપક્ષની ઝાટકણી કાઢતા મોદીએ કહ્યું હતું કે, આ કમનસીબ બાબત છે કે, શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા ખોટા નિવેદન કરી રહ્યા છે. તેમને પડોશી દેશ પાકિસ્તાન પસંદ છે. ત્યાંના શાસક અને વહીવટીકારો તેમને કલ્યાણકારી લાગે છે. સમગ્ર મહારાષ્ટ્ર, સમગ્ર ભારત જાણે છે અને દુનિયા પણ સમજે છે કે, આતંકવાદની ફેક્ટ્રીઓ ક્યાં ચાલી રહી છે. પોતાના ભાષણની શરૂઆતમાં મોદીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર જે દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે તેમાં સમક્ષતા રહેલી છે. એકલા મુંબઈની દુનિયાને ધ્યાનમાં લેવામાં આવે તો પણ સ્થિતિને સમજી શકાય છે. મુંબઈ સિવાય અન્ય વિસ્તારો રાજકીય અસ્થિરતાના શિકાર થયા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની પ્રશંસા કરતા મોદીએ કહ્યું હતું કે, એક સ્થિર અને વિકાસશીલ સરકાર રાજ્યને આપવામાં આવી છે. ફરીવાર દેવેન્દ્ર ફડનવીસને મુખ્યમંત્રી બનાવવાની તેઓએ અપીલ કરી હતી. ૬૦ વર્ષમાં પ્રથમ વખત વધુ તાકાત સાથે સરકાર આવી છે. રાજકીય પંડિત ગઠબંધનના સમીકરણમાં ફસાયેલા રહ્યા હતા. પ્રજા પ્રત્યે સમર્પણભાવ એક તાકાત હોય છે જેનો ફાયદો મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસને અને ગુજરાતમાં તેમને મળ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં મળેલી જીત તરફ ઇશારો કરતા મોદીએ કહ્યુું હતું કે, ૬૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઇ એક સરકાર ફરીવાર ચૂંટાઈને વધુ તાકાત સાથે આવી છે. ૧૦૦ દિવસ પર મોદી પ્રોમિસ, પરફોર્મન્સ અને ડિલિવરી પર ધ્યાન આપી રહ્યા છે. દેશના પશુધનને ખેડૂતોના વિકાસ માટે ઉપયોગ લેવામાં આવશે. હવે ૫૦ કરોડ પશુધનને બિમારીથી બચાવવા માટે રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. કુશળતા નિર્માણ માટે ૪૬૨ એકલવ્ય મોડલ સ્કુલો શરૂ કરવામાં આવી ચુકી છે. બે શક્તિશાળી હેલિકોપ્ટર સૈન્ય શક્તિનો હિસ્સો બની ચુક્યા છે. ટૂંકમાં જ રાફેલને પણ સેનામાં સામેલ કરી લેવાશે.