ભાવ.ની યોગાસન સ્પર્ધામાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા ચેમ્પિયન બની

448

ભાવનગર શહેરની ગરીબ અને પછાત વિસ્તાર ના અક્ષરપાર્ક ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત  ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પ્રા.શાળા નં.૫૨ એ લાઈફ મિશન ઓફ ભાવનગર દ્વારા ભાવનગર યુનિવર્સીટી યોગ હોલ ખાતે ભાવનગર શહેરની આશરે ૨૦ શાળાઓ ના આશરે ૨૦૦ વિદ્યાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ જેમાં અંડર ૧૦ ભાઈઓ માં પ્રથમ પરમાર પાર્થ દિનેશભાઈ – અંડર ૧૪ પ્રથમ  ઝાંપડીયા નીતિન કાળુભાઈ, દ્વિતીય બારૈયા પરેશ સાદુળભાઈ, તૃતીય મેર રોહન પરેશભાઈ અને પાંચમો ક્રમ રાઠોડ જયપાલ રાજેશભાઈ,  અંડર ૧૭ દ્વિતીય સરવૈયા હિતેષ મેહુલભાઈ,ચોથો રાઠોડ શૈલેષ રાજેશભાઈ પાંચમો સોલંકી કરણ મોબતભાઈ અંડર ૧૯ પ્રથમ બાવળિયા હરેશ ઘનશ્યામભાઈ આવી શાળા અને  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું ગૌરવ વધારેલ છે. શાળા નં. ૫૨ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન જાહેર થયેલ.શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ચેરમેન નિલેષભાઈ રાવલ, ડે. ચેરમેન મહેન્દ્રસિહ ગોહિલ, શાસનાધિકારી   યોગેશભાઈ ભટ્ટ, પ્રભારી  કમલેશભાઈ ઉલવા અને આચાર્ય ઝૂબેરભાઈ કાઝીએ અભિનંદન પાઠવેલ છે.

Previous articleદામનગર શહેરમાં સ્ટેટના ધોરી માર્ગ પર ભુવો પડ્યો
Next articleકુદરતી આફતમાં મૃત્યુ પામનારને ચેક અર્પણ કરતા સંજયસિંહ ગોહિલ