તળાજાના પાવભાજી, ના વેપારી ની પ્રમાણિકતા મળેલ પાકીટ મૂળ માલિકને સોંપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું તળાજામાં ગાંધીજી ના પૂતળા નજીક મારુતિ પાવભાજી ની દુકાન ધરાવતા નાનકડા વેપારીને બે દિવસ પહેલા રોડ પરથી પાકીટ મળ્યું હતું જેમાં રોકડ રકમ જરૂરી તમામ ડોક્યુમેન્ટ સહિતના કાગળો હતા દુકાન ના વેપારી ધીરુભાઈ કંટારીયા ને મળ્યું હતું તેમણે પ્રેસ મીડિયા અને તમામ લોકોને જાણ કરી હતી અને સોશિયલ મીડિયા ઉપર પણ મેસેજ વાયરલ કર્યા હતા ત્યારે આજે સવારે ગુંદરણા ગામે પોસ્ટમેન ની નોકરી કરતા ધર્મેશ કુમાર મુકેશકુમાર વ્યાસ ગુંદરણા વાળા નુ છે તેમ જાણ થતાં તેમના મોબાઇલ ફોન નો. મેળવી જાણ કરી હતી આજે સવારે ધર્મેશ કુમાર મુકેશકુમાર વ્યાસ ગુંદરણા વાળા તળાજા મારુતિ પાઉભાજી ની દુકાન આવી જરુરી રકમ અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ અને સહી સલામત પાકીટ પરત કરી માનવતા નુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જ્યારે મુકેશકુમાર ની આખો મા આંશુ આવી ગયા હતા અને જણાવ્યું હતું કે આજે પણ તળાજા તાલુકા મા માનવતા વાળા માનવી છે.