સરસ્વતી સાધના યોજના અંતર્ગર્ત આજ રોજ ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઇસ્કુલ(સિહોર)માં અભ્યાસ કરતી ૫૧૦ વિદ્યાર્થીની બહેનોને સાયકલ વિતરણ કાર્યક્રમ સાંસદ ડો.ભારતીબેન શિયાળ ની અધ્યક્ષતામાં યોજાયો જેમાં સ્કુલના ટ્રસ્ટી નવીનચંદ્ર જે.મહેતા(બાબાકાકા), ભરતભાઈ મલુંકા, જીલ્લા ભાજપા મહામંત્રી ઉમેશભાઈ મકવાણા, જીલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, ઉપાધ્યક્ષ હંસાબેન પરમાર, જીલ્લા મંત્રી મીનાબેન મહેતા, શિહોર નગર પાલિકા પ્રમુખ દિપ્તીબેન ત્રિવેદી,શિહોર તાલુકા ભાજપા પ્રમુખ ગેમાભાઈ ડાંગર, પૂર્વ પ્રમુખ ભોળાભાઈ ચુડાસમા, કાળુભાઈ ચૌહાણ, પૂર્વ કારોબારી ચેરમેન મકાભાઈ વાળા, તાલુકા યુવા મોરચા મહામંત્રી અશ્વિનભાઈ પરમાર,સ્કુલ ના આચાર્ય અમિષાબેન પટેલ સહીત સંસ્થા ના પ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનો ની ઉપસ્થિતમાં યોજાયો.
જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઇસ્કુલ(સિહોર)માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોને યુનિફોર્મ-નોટબુકસ વિગેરે ની સહાય કરવામાં આવે છે તે પ્રશંસનીય છે. અનેક વિદ્યાર્થીની બહેનોના જીવનમાં વિદ્યારૂપી ઓજસ ફેલાવતી આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે તેમજ વર્તમાન સમયની સરવાણીને લક્ષમાં રાખીને શ્રેષ્ઠ કારકિર્દી અને ઉત્તમ ચારિત્ર્યના સમન્વય થી શ્રેષ્ઠ વિદ્યાર્થી નિર્માણ માટે ઉજ્જવળ ભવિષ્યના વિકાસ અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગતિવિધિને પોષણ, પ્રેરણા આ સંસ્થા દ્વારા મળતી રહે તેવી શુભકામના