જયલલિતા બનવા માટે કંગનાએ હેવી પ્રોસ્થેટિક મેકઅપમાં લુક ટેસ્ટ આપ્યો

488

જયલલિતાની બાયોપિક માટે કંગનાએ તૈયારી શરૂ કરી દીધી છે. જયલલિતા જેવા દેખાવવા માટે કંગના લોસ એન્જલ્સમાં લુક ટેસ્ટ કરાવવા ગઈ છે. કંગનાનો લુક ટેસ્ટ હોલિવૂડ મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સના સ્ટૂડિયોમાં ચાલે છે. કંગનાની બહેન રંગોલીએ લુક ટેસ્ટ દરમિયાનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી છે. લુક ટેસ્ટ દરમિયાન કંગના પૂરી રીતે ઢંકાયેલી જોવા મળે છે. આ પ્રોસ્થેટિક ગ્લૂ છે, જે કંગનાના ચહેરા તથા બૉડી પર લગાવવામાં આવ્યો છે. માસ્ક સુકાઈ ના જાય ત્યાં સુધી કંગનાએ બેસી રહેવું પડશે. કંગનાનો લુક તૈયાર કરનાર જેસન કોલિન્સે ‘કેપ્ટન માર્વલ’ તથા ‘બ્લેડ રનર ૨૦૪૯’ જેવી હોલિવૂડ ફિલ્મ્સના કલાકારોનો મેકઅપ કર્યો છે.

Previous articleવીરે ધી વેડિગની સિક્વલમાં કરીના તેમજ સોનમ ચમકશે
Next articleધોનીનો સમય પૂરો, બહાર કરતા પહેલા વિદાય મેચનો હકદાર : ગાવસ્કર