સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો

368

પેટ્રોલ અને ડીઝલ ની કિંમતોમાં તેજી રોકાવવાનું નામ લઇ રહી નથી. પેટ્રોલની કિંમત શુક્રવારના ૩૫ પૈસા વધી ગઇ છે. જ્યારે ડીઝનના ભાવમાં ૨૮ પૈસાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલના ભાવ ૭૩.૦૬ પ્રતિ લીટરે પહોંચ્યા છે. આ રીતે, ડીઝલના ભાવ ૬૬.૨૯ રૂપિયા પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝડપી તેજી આવી રહી છે.

પેટ્રોલના ભાવ શુક્રવાર સવારે વધીને કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં ક્રમશઃ ૭૫.૭૭ રૂપિયા, ૭૮.૭૩ રૂપિયા અને ૭૫.૯૪ રૂપિયા પ્રતિ લિટર થયો છે. આજ પ્રકારે ત્રણ મહાનગરોમાં ડીઝલના ભાવ ક્રમશઃ ૬૮.૭૦ રૂપિયા, ૬૯.૫૪ રૂપિયા અને ૭૦.૦૮ રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.

છેલ્લા ચાર દિવસની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં ૧.૦૩ રૂપિયાનો વધારો થયો છે. આજ પ્રકારે ડીઝલ પરણ ૮૬ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. તમને જણાવી દઇએ કે, શુક્રવારથી પહેલા ગુરૂવારે પેટ્રોલના ભાવમાં ૨૯ પૈસા, બુધવારે ૨૫ પૈસા અને મંગળવારે પેટ્રોલ ૧૪ પૈસાનો વધારો થયો હતો. સાઉદી અબરની ઓઇલ કંપની અમેરિકાના પ્લાન્ટ પર થયેલા ડ્રોન હુમલા બાદ ઓઇલની સપ્લાય પર અસર પડી છે. તેનાથી ક્રૂડ ઓઇલમાં તેજી જોવા મળે છે.

Previous articleધોની-રોહિત જેવા ખેલાડીઓને કારણે કોહલી કેપ્ટન્સી સારી કરે છેઃ ગંભીર
Next articleકોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઐતિહાસિક, મેક ઈન ઈન્ડિયાને બળ પુરું પાડશે : પીએમ મોદી