આમઆદમીને ફટકોઃ ડુંગળીનો ભાવ છૂટક બજારમાં ૬૦ રૂપિયાને પાર

312

ગરીબોની કસ્તૂરી ગણાતા કાંદા ફરી એકવાર ગૃહિણીઓને રડાવી રહ્યા છે. સ્થાનિક બજારોમાં કાંદાના ભાવ વધીને કિલોએ ૬૦ રૂપિયા થઇ ગયા હતા. એપી્‌એમસીની બજારમાં કાંદાના ભાવ ક્વીન્ટલે ૧૦૦૦ રૂપિયા થઇ ગયા હતા. એની અસર છૂટક ભાવ પર પણ પડી હતી.

ભારે વરસાદના કારણે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકથી કાંદાનો નવો સ્ટોક બજારોમાં પહોંચ્યો નથી. બીજી બાજુ જમ્મુ કશ્મીરના મુદ્દે પાકિસ્તાન સાથે મતભેદ સર્જાતાં પાકિસ્તાને ભારત સાથેનો વ્યાપાર બંધ કરતાં પાકિસ્તાનથી પણ કાંદા આવતા નથી. જો કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી કાંદા આવે છે ખરા પરંતુ માગને પહોંચી વળાય એટલો સ્ટોક બજારમાં દેખાતો નથી. પરિણામે કાંદાના જથાબંધ અને છૂટક બંને ભાવ ઊંચકાઇ ગયા હતા.

કેટલીક હૉટલોએ પણ કાંદા પીરસવાનું બંધ કર્યું હતું. ખાસ કરીને માંસાહારી લોકોને તેમજ પાઉં ભાજીના શૉખીનોને કાંદા વગર જે તે વાનગીની મોજ માણવાનું ફાવતું કે ગમતું નથી.

બજારના વેપારીઓ માને છે કે તહેવારના દિવસોમાં કાંદાની તંગી પડવાની છે અને ઓછામાં ઓછા બીજા ત્રણેક મહિના સુધી નવો સ્ટોક આવવાની શક્યતા પાંખી હતી.

 

Previous articleકોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઐતિહાસિક, મેક ઈન ઈન્ડિયાને બળ પુરું પાડશે : પીએમ મોદી
Next articleહાઇકોર્ટનો સંપર્ક કરી નહિ શકવાનો જમ્મુ કાશ્મીરના લોકોનો દાવો યોગ્ય નથીઃ સુપ્રિમ કોર્ટ