સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાનિક પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને ઈશારા-ઇશારામાં જ કહ્યું કે, ેંદ્ગના ઉચ્ચ સ્તરીય મહાસભા સત્રમાં પાકિસ્તાન ફરી કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકે છે. પરંતુ આવું કરવાથી ભારતનું પડખું ઊંચું રહેશે. પાકિસ્તાન વડાપ્રધાન ઈમરાન ખાને ગત મહિને જ કહ્યું હતું કે, તેઓ કાશ્મીર મુદ્દાને ેંદ્ગ મહાસભામાં ઉઠાવશે. મીડિયા બ્રીફિંગ દરમિયાન આ અંગે એક સવાલનો જવાબ આપતા અકબરુદ્દીને કહ્યું કે, અમે તેમને આતંકને મુખ્યધારામાં લાવતા જોયા છે. હવે તે નફરત ભરેલા નિવેદનોને ેંદ્ગમાં લાવવા માંગે છે. જો તે આવું કરવા માંગે છે તો આ તેમનો વિચાર છે પણ આવું કરવાથી તેમનું જ નીચું દેખાશે. અકબરુદ્દીને વધુમાં કહ્યું કે, ેંદ્ગમાં એક દેશ ફરી જૂની વાત વાગોળશે. દરેક દેશ પાસે એક વિકલ્પ છે કે તે વૈશ્વિક પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારે પોતાની વાત રજૂ કરે. ઘણા દેશો જ્યારે તેમની વાત મૂકે તો તેમને નીચું જોવું પડે એવી સ્થિતિ પણ સર્જાય શકે છે પણ અમને વિશ્વાસ છે કે અમારે આ વારો નહીં આવે. તમે જેટલા નીચે જશો અમે એટલા જ ઉપર જઈશું.
અકબરુદ્દીને કહ્યું- ભારત પહેલા ઉપર ઉઠવાનું ઉદાહરણ રજુ કરશે. ેંદ્ગમાં અમારી દ્વિપક્ષીય અમે બહુપક્ષીય વાતચીત પણ એ જ બતાવે છે કે ભારત કેવી રીતે ઉપર આવશે. કોન્ફરન્સ દરમિયાન દરમિયાન તેમણે વડાપ્રધાન મોદીની યોજનાઓ અને પ્રાથમિકતાઓની પણ જાણકારી આપી.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારત કાશ્મીર મુદ્દે ચર્ચા નહીં કરે. વિદેશ સચિવ ગોખલેએ આ અંગેની પુષ્ટિ કરી હતી. ેંદ્ગ સામાન્ય સભાની બેઠકમાં દુનિયાના એક જવાબદાર સભ્ય તરીકે ભારત વિકાસ , શાંતિ અને સુરક્ષા પર જ ધ્યાન આપશે. તેમણે કહ્યું હતું કે, અમારી પાસે ચર્ચા કરવાના ઘણા મુદ્દાઓ છે. આતંકવાદ તેમાનો જ એક છે. ેંદ્ગ વૈશ્વિક મુદ્દાઓ પર વાત કરવાનું મંચ છે.