વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સયાજીનગર ગૃહની સામે સવારે ૧૫ ફૂટ પહોળો અને ૧૦ ફૂટ ઉંડો ભૂવો પડ્યો હતો. જે સ્થળે ભૂવો પડ્યો છે, તે સ્થળની નજીકમાં જ હાઇસ્કૂલ આવેલી છે. સ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ આ ભૂવો વહેલી તકે પુરવામાં નહીં આવે તો મોટી જાનહાની થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
વડોદરા શહેરના અકોટા લોકો દોડી ગયા હતા. અને આ ભૂવામાં કોઇ અકસ્માતે પડી ન જાય તેની તકેદારીરૂપે પથ્થરો ગોઠવી આડ કરી દેવામાં આવી હતી. ૧૫ ફૂટ પહોળો અને ૧૦ ફૂટ જેટલા ઊંડા પડેલા ભૂવાના કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. મુખ્ય માર્ગ ઉપર પડેલા વિશાળ ભૂવાને કારણે સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.