અમદાવાદ આર્મી કેમ્પના સ્મશાનમા જ ગંદકીનું સામ્રાજ્ય..

470

અમદાવાદ કેન્ટોનમેન્ટ શહેરમાં સ્થિત છે. તે લશ્કરી બેઝ અને રહેણાંક મથકનું કામ કરે છે. આ કેન્ટોનમેન્ટ  સ્થાપના બ્રિટિશ ભારતમાં ૧૯મી સદીમાં બ્રિટિશ ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવી હતી. અને ૧૯૪૭માં ભારતીય સેના દ્વારા કબજો લેવામાં આવ્યો હતો.આ કેન્ટોનમેન્ટ બોર્ડનું કામ માત્ર પાણી પુરવઠાના પોતાના માળખાકીય સુવિધાઓ જાણે છે. પરંતુ ૧૯મી સદી પછી આજે અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડની હાલત ગંદકીના કારણે દયનિય બની છે. તે સમય આ જગ્યા ઉપર કબજો લેવાયો ત્યારથી અત્યાર સુધીમાં કેન્ટોનમેન્ટ બોર્ડના લોકો પોતાના પરિવારની અંતિમ ક્રિયા અથવા દફન વિધિ ત્યાં કરતા હતા. એટલે કે કેન્ટોનમેન્ટ બોર્ડે આ જગ્યા ત્યાંના સ્થાનિકોને આપેલ હતી જેથી તે સમય મૃત્યુ પામેલા લોકોને ત્યાં દફન કરી શકીએ. પરંતુ કોઈ કારણોસર તે જગ્યાથી સ્મશાન હટાવી આગળ લઈ આવ્યા અને અત્યારે તે જગ્યા ઉપર દફનવિધિ કરવામાં માટે સ્થાનિકો પરેશાન થાય છે. સ્થાનિક વ્યક્તિ તુષાર પરમારનું કહેવું છે કે આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમે ઘણી વખત અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડેને જાણ કરી પરંતુ આજ દિન સુધી અમારી સમસ્યા સાંભળવામાં આવતી નથી. અને આ સ્મશાનની સાફ સફાઈ અમે જાતે પૈસા આપીને કરાવીએ છીએ. અને છતાં પણ અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ અહીંયા કચરો નાખી જાય છે જેનાથી અમને દફન વિધિ, અંતિમ ક્રિયા કરવામાં તકલીફ થાય છે. હવે મતલબ એ થાય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનની એસી તેસી કેન્ટોનમેન્ટ બોર્ડના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.

આ  સમગ્ર બાબતે ડંપિંગ અધિકારી હર્ષદ પટેલે જણાવ્યું કે અમે આ જગ્યા ઉપર એક જ વખત કચરો નાખ્યો છે. ગણપતિ વિસર્જન હોવાથી અમે આ જગ્યા ઉપર કચરો નાખ્યો છે. પરંતુ સ્થાનિકો જણાવે છે કે વારંવાર ના હોવા છતાં અમદાવાદ કોંટોનમેન્ટ બોર્ડ અહીંયા ગંદકી કરે છે જેનાથી અહીંના સ્થાનિકોને ડેન્ગ્યુ મલેરિયા જેવી બીમારીની વિગ લાગે છે. પરંતુ આ અનુસંધાને ડંપિંગ અધિકરી જાની ત્યાંના સ્થાનિક ઉપર  આક્ષેપ કરી  રહ્યા છે કે આ જગ્યા કોઈ શમશાન નથી અને અમે અહીંયા કોઈ દિવસ કચરા નથી નાખતા અને અહીંયા લોકો લૂખા છે. સ્વચ્છતા અભિયાનની એસી તેસી કરી કોંટોનમેન્ટ બોર્ડ લોકોને મલેરિયા જેવી બીમારી નજીક ધકેલી રહ્યું છે. કેમ આ જગ્યા તે સફાઈ કરાવતો નથી. એટલે સ્થાનિકોનું કહેવું છે કે હજારો કરોડો રૂપિયા ફંડ આવે છે પરંતુ એ ક્યાં વપરાઈ જાયે છે તે ખબર નથી…? અને એ કોઈ દિવસ અમારા માટે વોરાયું નથી. એટલે કહી શકાય કે કોંટોનમેન્ટના સ્થાનિકો હજુ ઓલ્ડ મોડલ માં જીવી રહ્યા છે. કોઈ સાંભળવા વાળુ નથી. આ જગ્યા માટે વારંવાર અરજી કરવા છતાં અધિકારી સ્થાનિકો જોડે વાત કરવા તૈયાર નથી. જેથી કહી શકાય કે “જંગલ મેં મોર નાચા કિસને દેખા”. તુષાર પરમારે જણાવ્યું કે શમશાન તરફ જથી  પાકી રોડ ૮૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી છે પરંતુ જ્યારે તમે રોડ ને જુઓ તો એવું લાગે છે કે આ રોડ કેટલાક વર્ષો થી એવી જ છે. હવે જોવાનું રહ્યું કે અમદાવાદ કોંટોનમેન્ટ બોર્ડ ક્યારે સ્વચ્છતા અભિયાન અંતરગત આ ગંદકી ને દૂર કરશે કે પછી મોદી સાહેબના સપનાને ચકનાચૂર કરી દેશે….

 

Previous articleઘરકંકાસથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્ની-દીકરાને કેનાલમાં ફેંક્યાં પત્નિનું મોત
Next articleરાજકોટમાં ઠેર-ઠેર પોલીસનો દરોડા : ૩ હજાર લીટરના દેશી આથાનો નાશ, ૨લોકોની ધરપકડ