લેન્ડિંગ પ્રોગ્રામમાં તકલીફના લીધે લેન્ડર ક્રેશ થયાની શંકા

329

વૈજ્ઞાનિક તપાસમાં પ્રાથમિક રીતે એવા સંકેત મળી રહ્યા છે કે લેન્ડિંગ પ્રોગ્રામમાં ગેરરિતીના કારણે કદાચ લેન્ડર વિક્રમ ક્રેશ થઇ ગયુ હતુ. લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થવાને લઇને લઇને દેશના લોકો હજુ પણ આશા રાખી રહ્યા છે. જો કે ઇસરોના વૈજ્ઞાનિકોની એક નવી ટીમે કહ્યુ છે કે ઓટોમેટિક લેન્ડિંગ પ્રોગ્રામમાં ખામીના કારણે કદાચ લેન્ડર વિક્રમ ક્રેશ થઇ ગયુ હતુ. મિશન ચન્દ્રયાન-૨ની નિષ્ફળતામાં મુલ્યાંકન કરી રહેલી ટીમ હજુ સુધી રિસર્ચ બાદ આ તારણ પર પહોંચી છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ છે કે પ્રોગ્રામને લાગુ કરતા પહેલા આનુ યોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ચન્દ્રના જે હિસ્સા પર લેન્ડરને ઉતરવાનુ હતુ તે સોફ્ટ લેન્ડિંગની દ્રષ્ટિએ ખુબ મુશ્કેલ સ્થિતી અને જગ્યા હતી. ચન્દ્રયાન-૨ના વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાની આશા સમગ્ર ભારતના લોકો કરી રહ્યા હતા ત્યારે વૈજ્ઞાનિકોની ટીમને માહિતી મળી ગઇ હતી કે ફરીથી સંપર્ક થવાની બાબત હવે શક્ય નથી. ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમને સાતમી સપ્ટેમ્બરના દિવસે શરૂઆતી પળમાં જ માહિતી મળી હતી કે લુનર ક્રાફ્ટ ક્રેશ લેન્ડિંગ બાદ પૂર્ણ રીતે નષ્ટ થઇ ચુક્યુ છે. ચન્દ્રયાન-૨ની નિષ્ફળતાનુ મુલ્યાંકન કરી રહેલી ટીમના સભ્યો માને છે કે ઓટોમેટિક લેન્ડિંગ પ્રોગ્રામમાં ખામીના કારણે લેન્ડર વિક્રમ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ હતુ.

વિક્રમ લેન્ડર ઉઘુ પડી ગયુ હતુ અથવા તો તુટી ગયુ છે.ઇસરોના જાણકાર લોકોનુ કહેવુ છે કે ૧૪૭૧ કિલોગ્રામના વિક્રમ અને તેની સાથે જોડાયેલા ૨૭ કિલોગ્રામના રોવર પ્રજ્ઞાન ચન્દ્રની સપાટી પર પહોંચવાથી થોડાક કિલોમીટરના અંતરે જ હતુ ત્યારે ક્રેશ થઇ ગયુ હતુ. વૈજ્ઞાનિકોની ટીમ માને છે કે હજુ સુધી જે તપાસ કરવામાં આવી છે તેનાથી લાગે છે કે આ ક્રેશ બાદ લેન્ડર વિક્રમના કામ કરવાની આશા હવે રહી નથી. વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે લેન્ડર વિક્રમના લેન્ડિંગના કારણે કે તો તે ઉઘુ પડ્યુ હતુ. અથવા તો વળી ગયુ છે. જો કે તે એટલા હદ સુધી  નુકસાનગ્રસ્ત થયુ નથી કે તેને ઓળખી શકાય નહી. ફોટોમાં મુલ્યાંકન કરનાર એક વૈજ્ઞાનિકે કહ્યુ છે કે હજુ સુધી તેમના દ્વારા જે તપાસ કરવામાં આવી છે તે મુજબ કહી શકાય છે કે લેન્ડર વિક્રમનો પડછાયો તેમને દેખાયો છે. તેઓ એક બાબત તો ખાતરીપૂર્વક કહી શકે છે કે તે પોાના પગ પર પડ્યુ નથી. તેમને લાગે છે કે વિક્રમના ઓછામાં ઓછા ચાર પગ નુકસાનગ્રસ્ત થયા છે. અથવા તો વળી ગયા છે અથવા તો સંપૂર્ણપણે નાશ પામ્યુ છે. આ નિષ્ફળતાના કારણમાં તપાસ કરનાર એક વૈજ્ઞાનિકે કહ્યુ છે કે વિક્રમ ૧૦ કિલોમીટરની ઉંચાઇ પર અનિયંત્રિત થઇ ગયુ હતુ. જ્યારે તે ચન્દ્રની સપાટીથી ૩૩૦ મીટર (પહેલા ઇસરોએ અંતર ૨.૧ કિલોમીટર) હતુ ત્યારે ઇસરોની સાથે તેના સંપર્ક તુટી ગયા હતા. ઇસરોના વૈજ્ઞાનિક કહે છે કે વિક્રમથી કોઇ સિગ્નલ મળી રહ્યાનથી એનો અર્થ એ થયો છે કે તેના પર લાગેલા કોમ્ય્યુટર અને બીજા સાધનોને નુકસાન થયુ છે.ચન્દ્રની સપાટીની નજીક પહોંચીને વિક્રમ ક્રેશ થયુ હતુ. વૈજ્ઞનિકે કહ્યુે છે કે વિક્રમ લેન્ડર ચન્દ્રની સપાટી પર પહોંચી જવા માટે જ્યારે ૨૦૦ કિલોમીટરની ગતિથી ઉપરથી નીચે આવી રહ્યુ હતુ ત્યારે જો તમામ બાબતો યોગ્ય રહી હોત તો સફળતા મળી હોત. છેલ્લા ક્ષણોમાં સંપર્ક કપાઇ ગયો હતો. ભારતીયોના સપનાને પૂર્ણ કરવાની ઇસરોએ વાત કરી છે.

Previous articleભાજપ-જેડીયુ ગઠબંધનમાં કોઈ મતભેદ નથી : નીતિશ
Next articleમોદીના હાઉડી કાર્યક્રમની તૈયારી પૂર્ણ : ટ્રમ્પ-મોદી એક જ મંચ પર