મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભારે વરસાદ યથાવત જારી

369

રાજસ્થાનમાં છેલ્લાં કેટલાક દિવસોથી થોડો થોડો વરસાદ થઈ રહ્યો છે. બુધવારે પણ રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ થયો હતો. આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે પૂર્વી રાજસ્થાનમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના કુલ ૧૫ શહેરોમાં આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ભારે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘરમાં બુધવાર રાતથી થોડો થોડો વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે મુંબઈમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

આ દરમિયાન મુંબઈ અને રાયગઢમાં ભારે વરસાદ થઈ શકે છે. સરકારે મહારાષ્ટ્રના ચાર જિલ્લા- મુંબઈ, થાણે, રાયગઢ અને પાલઘરની દરેક સ્કૂલ કોલેજો આજે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સ્કૂલ શિક્ષણ મંત્રી આશીષ શેલારે ટિ્‌વટ કર્યું છે કે, ભારે વરસાદના અંદાજને ધ્યાનમાં રાખીને મુંબઈ, થાણે અને કોંકડની દરેક સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યના બાકી જિલ્લા કલેક્ટરોને સ્થાનિક સ્તર પર સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગના ડેપ્યૂટી ડિરેક્ટર કેએસ હોસિલ્કરે જણાવ્યું છે કે, બુધવાર રાતથી મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વર્સોવામાં ત્રણ કલાકમાં ૫૦ મિમી વરસાદ પડ્‌યો છે. મુંબઈ, પાલઘર અને થાણેમાં પણ વરસાદ થઈ શકે છે. મુંબઈમાં બપોરે ૨.૨૦ મિનિટે હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન દરિયામા ૩.૮૫ મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. બીએમસીએ લોકોને એ વિસ્તારોમાં જવાની મનાઈ કરી છે જ્યાં પાણી ભરાય છે અને જે દરમિયા કિનારાની નજીક છે. બીએમસી તરફથી ૧૯૧૬ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Previous articleમોદીના હાઉડી કાર્યક્રમની તૈયારી પૂર્ણ : ટ્રમ્પ-મોદી એક જ મંચ પર
Next articleશેરબજારમાં દિવાળી ૧૯૨૧ પોઇન્ટ ઉછાળો