નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની શ્રેણીબદ્ધ જાહેરાત બાદ શેરબજારમાં દિવાળી જેવી તેજીનો માહોલ આજે છવાઇ ગયો હતો. જીએસટી કાઉન્સિલની બેઠક યોજાય તે પહેલા જ આ મોટી જાહેરાતો કરવામાં આવી હતી. આ તેજી હવે કેટલાક દિવસ સુધી જારી રહી શકે છે. આજે નાણાંપ્રધાનની જાહેરાત બાદ શેરબજારમાં રેકોર્ડ તેજી નોંધાઇ હતી. સેંસેક્સ ઇન્ટ્રા ડે દરમિયાન ૧૯૨૧ પોઇન્ટ ઉછળી ૩૮૦૧૪ની ઉંચી સપાટીએ બંધ થયો હતો જ્યારે નિફ્ટી ૫૬૯ પોઇન્ટ ઉછળી ૧૧૨૭૪ની સપાટીએ બંધ થયો હતો. બીએસઈ ૩૦ શેર પર આધારિત સેંસેક્સ સવારે ૧૨૧ પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો અને ૫.૩૨ ટકા અથવા તો ૧૯૨૧ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન કારોબારમાં સેંસેક્સ ૩૮૩૭૮ના ઉંચા સ્તર અને ૩૬૦૮૫ના નીચા સ્તર વચ્ચે રહ્યો હતો. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. મિડકેપ ઇન્ડેક્સ ૮૩૪ પોઇન્ટના ઉછાળા સાથે ૧૪૧૨૦ની સપાટીએ રહ્યો હતો જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૫૦૦ પોઇન્ટના ઉછાળે સાથે ૧૩૨૦૪ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઈ ૫૦ શેર ઇન્ડેક્સ નિફ્ટી ૪૨ પોઇન્ટની સાથે ૧૦૭૪૬ ઉપર ખુલ્યો હતો અને ૫૬૯ પોઇન્ટના ઉછાળા સાથે ૧૧૨૭૪ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસભરના કારોબારમાં નિફ્ટી ૧૧૩૮૧ના ઉંચા અને ૧૦૬૯૧ના નિચલા સ્તર પર રહ્યો હતો. બીએસઈમાં ૧૭માંથી ૧૭ સેક્ટરલ ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. નાણાંપ્રધાનની શ્રેણીબદ્ધ જાહેરાતોથી બજારઝુમી ઉઠ્યા છે. ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રી દ્વારા નવી સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દરને ઘટાડીને ૨૨ ટકા કરી દીધો છે. જો કે કોઇ પ્રકારના ઇન્સેન્ટિવ અથવા તો છુટછાટ લીધેલી ન હોય તેવી કંપનીઓને આના લાભ મળનાર છે. નાણાંપ્રધાનની જાહેરાતથી શેરબજારમાં દિવાળી જેવો માહોલ જામી ગયો છે. તમામ સેકટર ઇન્ડેક્સમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે. સ્થાનિક કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સના દર ઘટાડીને ૨૨ ટકા કરી દેવામાં આવ્યા છે. જો કે પ્રભાવી દર ૨૫.૧૭ ટકા રહેનાર છે. ગ્રોથ અને રોકાણને વધારી દેવા માટે આ મુજબની મોટી જાહેરાતો કરવામાં આવી છે. આને વધારી દેવા માટે ઇન્ક્મ ટેક્સ એક્ટમાં ફેરફાર વર્તમાન નાણાંકીય વર્ષ અટલે કે ૨૦૧૯-૨૦થી લાગુ થનાર છે. શેરબજારમાં દિવસ દરમિયાન રેકોર્ડ ઉંચી સપાટી જોવા મળી શકે છે.અત્રે નોંધનીય છે કે વિદેશી રોકાણકારો હજુ વેચવાલીના મુડમાં રહ્યા છે. ફોરન ઇન્સ્ટીટ્યુટ ઇન્વેસ્ટર છેલ્લા ત્રણ કારોબારી સેશનમાં ૧૮૫૦ કરોડ રૂપિયાથી વધારીને વેચવાલી કરી ચુક્યા છે. આ ત્રિમાસિક ગાળાની શરૂઆત બાદથી ૩૧૩૦૦ કરોડ શેરનુ વેચાણ કરવામાં આવી ચુક્યુ છે. ભારતની આર્થિક પરિસ્થિતીના કારણે શેયર બજારમાં નિરાશા જોવા મળી રહી છે. કેટલાક સેક્ટરમાં સુસ્તી જોવા મળી રહી છે. કોર્પોરેટ દેખાવ રોકાણકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ છે. આર્થિક સુસ્તી અને ઘટી માંગના કારણે વિકાસના દરમાં ઘટાડો થવાના કારણે અમારા બજારમાં સતત દબાણ આવી રહ્યુ છે. આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે રિઝર્વ બેંકની જાહેરાત અને પેકેજની જાહેરાત સાથે માર્કેટ સંતુષ્ટ નથી. બેંક ઓફ જાપાને ગુરૂવારના દિવસે પોતાની મોનેટરી પોલીસીમાં રેટને યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. અર્થવ્યવસ્થાને પડકારોને પહોંચી વળવા માટે ઓક્ટોબરમાં આગામી પોલીસી બેઠક યોજાનાર છે. બેંક ઓફ જાપાનના ગવર્નરે કહ્યુ છે કે અમને વૈશ્વિક વિકાસના વધવાની આશા છે. બજારને કયા પરિબળોની અસર સતાવી રહી છે તેની વાત કરવામાં આવે તો અમેરિકી ફેડરલ રિઝર્વ કોમેન્ટ્રીને લઇને પણ ચર્ચા છે. ફેડ નીતિ નિર્માતાઓએ વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
સાથેસાથે ફેડ ચેરમેન જેરોમ પોવેલના બોરોઇંગ કોસ્ટ પ્રત્યે સાવચેતીપૂર્વકના વલણ અને યુએસ સેન્ટ્રલ બેંકર્સના વહેંચણીના કારણે વેપાર કારોબાર શાંત છે. શેરબજારમાં તેજીથી કારોબારી ભારે ખુશ છે.