રાજ્ય સરકાર ભારપૂર્વક જણાવે છે કે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ભારે દંડ વસૂલવા પાછળનો હેતુ વધારે આવક મેળવવાનો નથી, પરંતુ ગૃહ અને પરિવહન વિભાગ (હોમ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ)ના અધિકારીઓ આવા દંડની વસૂલાત ૨૦૦ કરોડ રૂપિયાને પાર કરશે તેવું માની રહ્યા છે. રાજ્યએ ૨૦૧૮-૧૯માં ટ્રાફિક દંડ વસૂલીને ૧૦૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં (એપ્રિલથી જુલાઈ) ૫૨.૪૯ કરોડ રૂપિયાની વસૂલાત થઈ ચૂકી છે.
ટ્રાફિક દંડમાંથી વસૂલાત ગયા વર્ષે પહેલીવાર ૧૦૦ કરોડ રૂપિયાને વટાવી ગઈ. ગયા વર્ષે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ૯૨ લાખ જેટલા ઈ-મેમો ફાડવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે, ચાલુ વર્ષના પ્રથમ ચાર મહિનામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના ૪૭ લાખ જેટલા કેસ નોંધાયા છે, પરંતુ આગામી મહિનાઓમાં ઉલ્લંઘન અને દંડની વસૂલાતની રકમમાં ભારે પ્રમાણમાં વધારો થશે. ‘આવું નવા લાગુ કરાયેલા નિયમોના કારણે થશે, કેમ કે તેમાં ભારે દંડની જોગવાઈ કરવામાં આવી છે’ તેમ અધિકારીએ જણાવ્યું.
વાહનચાલક માટે લાયસન્સ ફરજિયાત કરાયા બાદ અમદાવાદના ઇર્ંમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે રવિવારે પણ ઇર્ંના ખુલ્લુ રાખવાની સૂચના અપાઈ છે. નયા નિયમો લાગુ કરાયા બાદ ઇર્ંમાં કામ ઓવરલોડ થઈ રહ્યું છે. જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી સમય કરતાં બે કલાક વધારે માટે કાઉન્ટર ખુલ્લા રાખવામાં આવે છે, તેમ અધિકારીઓએ જણાવ્યું. એક સીનિયર અધિકારીએ કહ્યું કે, અધિકારીઓને દરેક વ્યક્તિની સેવા કરવા માટે નિર્ધારિત કરવામાં આવે છે અને અહીંયા આવનારી છેલ્લી વ્યક્તિ પણ સંતુષ્ટિ સાથે પરત જાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.