બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ સી.એસ.ગદાણી હાઈસ્કૂલ ખેલ મહાકુંભ ૨૦૧૯ મા તાલુકા કક્ષાની વિવિધ રમતો જેવી કે ૧૦૦,૨૦૦,૪૦૦,૮૦૦,૧૫૦૦ મીટર, લંગડીફાળ કુદ , ઊંચી કુદ, બરછી ફેક,ગોળા ફેક,ચક્ર ફેક,બ્રેડ જંપ,કબ્બડી, વોલીબોલ જેવી રમતોમાં સી.એસ.ગદાણી હાઈસ્કુલના કુલ મળીને ૪૫ વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા.જે બદલ સી.એસ.ગદાણી હાઈસ્કુલના સંચાલક સંજયભાઈ ગદાણી,આચાર્યએ,કોચ તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિવાદન પાઠવ્યા હતા.