ચંદરગા ગામેથી ૩ જુગારીઓને રૂા.૧૧,૧પ૦/-ના મુદ્દમાલ સાથે ઝડપી લેતી એલસીબી

418

બોટાદ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ટી.એસ. રીઝવી ની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા પો.કો.ન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા નાઓએ એલ.સી.બી. ના પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા નાઓને મળેલ બાતમી આધારે રાણપુર તાલુકાના ચંદરવા ગામે શિહોરીમાંના મંદીરના ચોક પાસે રેડ કરતા કનકભાઇ ઘનશ્યામભાઇ કણઝરીયા ઉ.વ.૩૬ રહે.ચંદરવા તા.રાણપુર જી.બોટાદ, હિંમતભાઇ જીવરાજભાઇ રાતોજા ઉ.વ.૩૦ રહે.ચંદરવા તા.રાણપુર જી.બોટાદ, રણછોડભાઇ દિનેશભાઇ બળોલીયા ઉ.વ.૩૨ રહે. ચંદરવા તા.રાણપુર જી.બોટાદ વાળાને રોકડ રૂ. ૧૧,૧૫૦/- ની મતા સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી છે.

Previous articleતળાજા તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રર્દશન યોજાયું
Next articleબાબરા તાલુકાના ચાર ગામો પાક વીમામાં બાકાત રહેતા ગ્રામ્ય ખેડૂતોમાં આક્રોશ