એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહીલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલને સંયુકત રીતે મળેલ બાતમી આધારે એ.વી.સ્કુલના ગ્રાઉન્ડમાંથી આરોપી હિરેન ઉર્ફે પપ્પુ જગદીશભાઇ ચૌહાણ ઉ.વ.૩૨ રહેવાસી ભરતનગર સીંગલીયા રૂમ નંબર ૫૦૦ ભાવનગર, દિવ્યાંગ ઉર્ફે ડી.ડી. દિપકભાઇ પંડયા ઉ.વ.૨૩ રહે. બાર્ટન લાઇબ્રેરી પાછળ ગૌરી ફળી ભાવનગર વાળાને ટાટા વેન્ચુર કાર નંબર જીજે ૪ સીએ ૬૯૪૪ માં ભરેલ ઇગ્લીંશ દારૂની બોટલ નંગ- ૧૫૬ (પેટી નંગ-૧૩) કિ.રૂ઼ ૭૦,૨૦૦/- તથા મારૂતી અલ્ટો કાર રજી નંબર જીજે ૪ બીઈ ૩૩૯૮ માં ભરેલ ઇગ્લીંશ દારૂની બોટલ નંગ-૧૦૮ (પેટી નંગ-૦૯) કિ.રૂ઼ ૪૮,૬૦૦/- એમ કુલ દારૂની બોટલ નંગ-૨૬૪ (પેટી નંગ-૨૨) કિ.રૂ. ૧,૧૮,૮૦૦/- તથા કાર-૨ કિ.રૂ઼ ૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૪ કિ.રૂ઼. ૧૧,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪,૨૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સ્ટાફના યોગેન્દ્રસિંહ ગોહિલ તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ પ્રદિપસિંહ ગોહિલ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા લગ્ધીરસિંહ ઝાલા તથા રાજદીપસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ધાંધલ્યા જોડાયા હતા.