ખેલદિલી એક વલણ છે, જે યોગ્ય રમત-ગમત, ટીમના સાથીદારો તથા સામાપક્ષ પ્રત્યે વિનય, નૈતિક વર્તન અને સચ્ચાઈ, તથા જીત કે હારમાં સદ્ભાવ માટે પ્રયત્ન કરે છે. ખેલદિલીમાં એવી આકાંક્ષા કે નીતીમત્તા વ્યકત કરાય છે કે પ્રવૃત્તિનો તેની બાળકનો શારીરિક કે માનસિક વિકાસને ન જોતાં તેનો સર્વાગી વિકાસ કરી શકે છે જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઇચ્છાશક્તિ હોવા જોઈએ. ખંતીલો માણસ કહે છેઃ‘હું સાગરને પી જઈશ,મારી ઇચ્છા થતાંવેત પર્વતો કડડભૂસ થઈને તૂટી પડશે’.સ્વામી વિવેકાનંદની આ ઉક્તિને પાલીતાણા તાલુકાની કસ્તુરબા ગાંઘી બાલિકા વિદ્યાલય શેત્રુંજી ડેમની વિધાર્થીની બહેનો સાર્થક કરી બતાવ્યું હતું.પ્રથમ તાલુકા કક્ષાની રમત મોટી પાણીયાળી કે.વ.શાળાના યજમાન પદે યોજાયેલ જેમાં અંડર ૧૪માં કે.જી.બી.વી.ની બહેનોની ટીમે વિજય પ્રાપ્ત કર્યો. તાઃ૧૮/૦૯/૨૦૧૯ ના રોજ ભાવનગર જિલ્લા કક્ષાની સ્પર્ધા દિહોર મુકામે યોજાય ત્યાં પણ દરેક તાલુકાને માત આપીને કે.જી.બી.વી. શે.ડેમની બહેનોએ કબડ્ડીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. જીતની જાણ થતાં કે.જી.બી.વી.પરિવાર અને કે.વ.શાળા ડેમ દ્વારા ડ્રમ, કુમકુમ તિલક અને હર્ષોલ્લાસ સાથે સમગ્ર ટીમ તેમજ વ્યાયામ શિક્ષિકા સરવૈયા શર્મિષ્ઠાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું હવે પછી આગામી દિવસોમાં રાજ્ય કક્ષાની ખેલ મહાકુંભની કબડ્ડી અંડર ૧૪ ની સ્પર્ધામાં ભાગ લઈ ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે કે.જી.બી.વી. શેત્રુંજી ડેમની બહેનો .